Monday, July 27, 2026
HomeInternationalUSA : ‘બાઇટ ઓફ સિએટલ’ ફૂડ ફેસ્ટિવલમાં અજાણ્યા બંદૂકધારીઓનો ગોળીબાર, 2ના મોત...

USA : ‘બાઇટ ઓફ સિએટલ’ ફૂડ ફેસ્ટિવલમાં અજાણ્યા બંદૂકધારીઓનો ગોળીબાર, 2ના મોત અને બાળક સહિત 5 લોકો ઈજાગ્રસ્ત

- Advertisement -

Shooting during food festival in Seattle USA : અમેરિકામાં ‘બાઇટ ઓફ સિએટલ’ ફૂડ ફેસ્ટિવલ દરમિયાન કેટલાંક બંદૂકધારીઓએ કરેલા આડેધડ ફાયરિંગમાં 2 લોકોના મોત (Two dead in shooting in US) થયા છે. જ્યારે બાળક સહિત 5 લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઘટનાના પગલે સિએટલ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈ લોકોને સ્થળ પરથી ખસેડી દીધા છે. બીજી તરફ પોલીસે હુમલાખોરની શોધખોળ આરંભી છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 1982થી ફૂડ ફેસ્ટિવલનું આયોજન થાય છે. ફેસ્ટિવલની વેબસાઇટ અનુસાર 3 દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં ખાવા-પીવાની વસ્તુઓ સાથે અલગ-અલગ કાર્યક્રમો યોજાય છે.

સિએટલ ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ગ્રેસ નુનેઝે માહિતી આપતા જણાવ્યું છે કે, ‘બાઇટ ઓફ સિએટલ’ ફૂડ ફેસ્ટિવલમાં ફાયરિંગ (Shooting at Bite of Seattle food festival) રવિવારે સાંજે લગભગ છ કલાકે થયું હતું. ફાયરિંગમાં માર્યા ગયેલા બે લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 5 ઈજાગ્રસ્તોને હાર્બરવ્યુ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટના સિએટલ સેન્ટર આર્મરી બિલ્ડિંગની બિલકુલ બહાર બની હતી. આ સમયે વાર્ષિક ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અચાનક થયેલા ફાયરિંગને કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઈમરજન્સી સેવાઓની ટીમોએ સ્થળ પર પહોંચીને રાહત-બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી દીધી છે અને લોકોને શહેરના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા ઘટનાસ્થળની નજીક ન જવા અપીલ કરી છે. આ મામલે કોઈની અટકાયત કરવામાં આવી છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.

- Advertisement -

વોશિંગ્ટનના ગવર્નર બોબ ફર્ગ્યુસને જણાવ્યું છે કે, તેમને ઘટના અંગે સતત માહિતી મળી રહી છે. સ્થાનિક પોલીસની મદદ માટે સ્ટેટ પેટ્રોલ SWAT અધિકારીઓને પણ તૈનાત કરી દેવાયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular