નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ (Shapar Veraval) ખાતે એક અજીબ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકે એકદમ સામાન્ય કારણોસર બ્લેડ વડે પોતાનું ગુપ્તાંગ કાપી (youth cutting private part) નાખ્યું છે. ગુપ્તાંગ કાપી નાખતા યુવકની હાલત ગંભીર થતા તાત્કાલીક તેને રાજકોટ શહેરની (Rajkot City) સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર પ્રસન્નજીત બર્મન મૂળ પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જીલ્લાના જાઈગીર ચિલાખાનાનો વતની છે. પ્રસન્નજીત શાપર વેરાવળ ખાતે પોતાના મામા સહિતનાઓ સાથે રહી અને કારખાનામાં નોકરી કરે છે. પ્રસન્નજીતે બર્મને આજરોજ મંગળવારે અચાનક જ પોતાના ગુપ્તાંગ પર બ્લેડ મારી દેતા લોહી લૂહાણ થયો હતો. ગંભીર હાલતમાં રહેલા પ્રસન્નજીતની માહિતી તેના મામા સપન બર્મનને થતા તેમણે તાત્કાલીક એમ્બ્યુલન્સ બોલાવી પ્રસન્નજીતને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાસે સારવાર માટે ખસેડ્યો હતો.
આ ઘટનાની જાણ શાપર પોલીસને કરવામાં આવતા શાપર પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ હાલ પ્રસન્નજીતની તબીબો દ્વારા સર્જરી કરવામાં આવી છે. આ મામલે સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબો જણાવે છે કે, ઈજાગ્રસ્ત યુવાનને અહીં ઘાયલ હાલતમાં ખસેડવામાં આવ્યો ત્યારે તેના ગુપ્તાંગના ભાગે લોહીના કલોટ્સ જોવા મળ્યા હતાં. આ ક્લોટ્સને દૂર કરી તપાસમાં આવ્યું હતું કે ઘા કેટલો ઊંડો છે.
સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવાનના મામાએ જણાવ્યું હતું કે, “છોકરીના ચક્કરમાં તેના ભાણેજે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે”. કોઈ છોકરી સાથે માથાકૂટ થતાં તેને ગુપ્તાંગ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ એવી પણ ચર્ચા સંભળાઈ રહી છે કે, પ્રસન્નજીત દરરોજ પોતાની ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કૉલિંગમાં રોમાન્સ કરતો હતો. પરંતુ ગઈકાલે રાત્રે પણ તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે વીડીયો કૉલમાં વાતચીત કરી રહ્યો ત્યારે માથાકૂટના કારણે તેણે પોતાના ગુપ્તાંગને કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
TAG: Rajkot Crime News, રાજકોટના શાપર ચોંકાવનારી ઘટના, રાજકોટમાં ચકચાર
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








