પ્રશાંત દયાળ (ભાગ-71 દીવાલ ):મહંમદે જેલર કૌશીક પંડયા Jailer Kaushik Pandya સામે હોકાયંત્ર Compass લેવા માટે જે રીતે ઈસ્લામનું નામ આગળ કરી રજૂઆત કરી તેની ધારી અસર થઈ, પંડયા Pandya ડરી ગયા હતા. તેમણે સુપ્રીટેન્ડન્ટ વસાવાને Superintendent Vasava પણ કહ્યું વસાવાએ પણ કાબા તરફ મોંઢુ રાખી નમાઝ પઢવી જોઈએ તેવું સાંભળ્યું ત્યારે તેમણે પણ તરત કહી દીધુ કે હોકાયંત્ર આપવામાં મને કઈ વાંધો લાગતો નથી. હવે મહંમદ Muhammad પાસે હોકાયંત્ર આવી ગયું હતું, જે સુરંગની Tunnel અંદર ગયા પછી દીશા Direction નક્કી કરવા માટે મહત્વનું સાબીત થઈ ગયું હતું, પણ સોમવારે મહંમદે અચાનક પોતાના સાથીઓને કહ્યું હવે આપણે ત્રણ દિવસ સુરંગ Tunnel ખોદવાનું કામ બંધ કરી દેવાનું છે. આવો નિર્ણય મહંમદે Muhammad કેમ લીધો તેની કોઈને ખબર ન્હોતી, પણ મહંમદ આગોતરૂ વિચારી શકતો હતો. સોમવારની Monday સવારે મહંમદે વોર્ડનને Warden કહ્યું પરવેઝ Parvez બીમાર થઈ ગયો છે, તેને હોસ્પિટલ Hospital લઈ જવો પડશે, વોર્ડને તરત જેલ અધિકારીઓને Jail Officer જાણ કરી કે પરવેઝ બીમાર છે, તેને હોસ્પિટલ લઈ જવો પડશે.
આ જાણકારી મળતા બે જેલ સીપાઈ Jail Sepoy તરત બેરેકમાં Barrack આવી પહોંચ્યા તેમણે જોયું તો પરવેઝ Parvez કણસી રહ્યો હતો, તેમણે પુછ્યું કે શું થયું છે. તેણે કહ્યું ગઈરાતની પેટમાં ખુબ દુઃખાવો Pain થઈ રહ્યો છે. જ્યારે જેલ સીપાઈ Jail Sepoy પરવેઝને તેની તબીયત Health અંગે પુછી રહ્યા હતા ત્યારે મહંમદ Muhammad સીપાઈના ચહેરા તરફ જોઈ રહ્યો હતો, પરવેઝ Parvez બીમાર હોવાનો સારો દેખાવ કરી રહ્યો હતો. તેની ધારી અસર સીપાઈ ઉપર થઈ હતી. તેમણે માની લીધુ હતું કે પરવેઝ બીમાર છે, તેમણે તરત પોતાના વોકીટોકી ઉપર પોતાના ઉપરી અધિકારી Officer અને જેલના હોસ્પિટલને Jail Hospital જાણ કરી કે તેઓ એક કેદીને Prisoner હોસ્પિટલ લઈ આવે છે. જ્યારે સીપાઈએ કહ્યું અમે તેને હોસ્પિટલમાં લઈ જઈએ છીએ, ત્યારે યુનુસે Yunus કહ્યું સાહેબ તમને વાંધો ના હોય તો અમે બે જણા પરવેઝ Parvez સાથે આવીએ, એક સીપાઈએ બીજા સીપાઈ Sepoy સામે જોયું તેણે માથું હલાવી હા પાડી, યુનુસ અને યુસુફે Yusuf પરવેઝે ઊભો થવામાં મદદ કરી તેઓ પરવેઝને બંન્ને તરફ ટેકો આપી, બેરેકની બહાર નિકળ્યા, જેલમાં હોસ્પિટલ Jail Hospital સુધી જવા માટે બીજી કોઈ તો વ્યવસ્થા ન્હોતી માટે ચાલતા જ જેલની હોસ્પિટલમાં જવાનું હતું, પરવેઝની સાથે યુસુફ-યુનુસ Yusuf-Yunus ચાલવા લાગ્યા અને તેમની ઉપર નજર રાખવા માટે બે જેલ સીપાઈ હતા.
યુનુસની Yunus માહિતી બરાબર સાચી હતી, સોમવારનો Monday દિવસ હોવાને કારણે જેલની હોસ્પિટલમાં Jail Hospital રોજ કરતા વધુ ભીડ હતી. ત્રણ હજાર કેદીઓ Prisoners વચ્ચે બે ડૉકટરો Doctor હાજર હતા. જ્યારે પચાસ-સાંઈઠ કેદીઓ કોઈને કોઈ બીમારી માટે હોસ્પિટલ Hospital આવ્યા હતા, મહંમદની Muhammad એક ખાસીયત હતી, તે જ્યાં પણ જાય તેની નજર કાગડાની જેમ ચારે તરફ ફરતી હતી. ત્રણ મહિના પહેલા જ્યારે મહંમદને સામાન્ય તાવ આવ્યો ત્યારે તે દવા લેવા માટે જેલ સીપાઈ Jail Sepoy સાથે હોસ્પિટલ આવ્યો હતો, ત્યારે તેની નજર જેલના ડૉકટર ગૌરાંગ ભટ્ટના Dr. Gaurang Bhatt મોબાઈલ ફોન Mobile phone ઉપર પડી હતી, જેલના નિયમ Prison Rules પ્રમાણે કોઈને પણ જેલમાં મોબાઈલ Mobile ફોન લાવવાની મંજુરી ન્હોતી, પરંતુ ડૉકટર તેમાં અપવાદ હતા. જો કે ડૉકટરને Doctor પણ ખાસ કિસ્સામાં જ મોબાઈલ ફોન લાવવાની મંજુરી હતી. જેના કારણે ગૌરાંગ ભટ્ટ Gaurang Bhatt પોતાની સાથે લઈ આવતા ફોન હોસ્પિટલમાં લાવી ખુણામાં ઈલેકટ્રીક બોર્ડમાં ચાર્જીંગમાં Charging મુકતા હતા, મહંમદે Muhammad તે જોયો હતો. જો કે ત્યારે તેને કોઈ વિચાર આવ્યો ન્હોતો. પરવેઝને Parvez લઈ જ્યારે યુનુસ-યુસુફ Yunus-Yusuf હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેણે મહંમદે કહેલી વાતો ઉપર ધ્યાન આપવાની શરૂઆત કરી, એક જેલ સીપાઈ Jail Sepoy, કેસ નોંધી રહેલા સ્ટાફ Staff પાસે ગયો તેણે પરવેઝનો કેસ કઢાવી લીધો હતો.
એક વખત હોસ્પિટલ Hospital પહોંચી ગયા પછી જેલ સીપાઈઓ Jail Sepoy પણ નિશ્ચીત થઈ ગયા હતા. કેસ કઢાવી સીપાઈ કેસ યુસુફના Yusuf હાથમાં મુકતા કહ્યું હમણાં તમારો નંબર આવી જશે. બતાડી અને દવા Medicine લઈ બહાર આવજો, તેમ કહી તેઓ હોસ્પિટલની Hospital બહાર ગયા. યુસુફ, Yusuf પરવેઝ Parvez અને યુનુસની Yunus નજર એક થઈ, જેવા સીપાઈ Sepoy બહાર ગયા તેની સાથે પરવેઝના ચહેરા ઉપર કળતરના કારણે થઈ રહેલી વેદના પણ બંધ થઈ ગઈ, તે યુસુફ Yusuf અને યુનુસની સામે જોઈ હસ્યો, યુનુસ Yunus ઊભો થઈ ત્યાંથી જતો રહ્યો. લગભગ વીસ મિનિટ પછી પરવેઝનો Parvez નંબર આવ્યો, વચ્ચે એક વખત એક સીપાઈ દરવાજામાં આવી ડોક્યું કરી ગયો તેણે જોયુ તો તે જે ત્રણ કેદીઓને Prisoners લઈ આવ્યા હતા તે હજી પોતાની જગ્યા ઉપર બેઠા હતા. ડૉ. ગૌરાંગ ભટ્ટે Dr. Gaurang Bhatt પરવેઝને તપાસ્યો, કેસ પેપર ઉપર કઈક નોંધ કરી, યુસુફને Yusuf પુછ્યું સાહેબ કઈ ગંભીર તો નથીને, ડૉ. ગૌરાંગ ભટ્ટ હસ્યા તેમણે કહ્યું ના માત્ર એસીડીટી થઈ છે. દવા Medicine લઈ લો કલાકમાં સારૂ થઈ જશે. દવા લઈ ત્રણે બહાર નિકળ્યા, સીપાઈને Sepoy જોતા ફરી પરવેઝના ચહેરા ઉપર દુઃખાવાની Pain વેદના દોડી આવી. જેવી રીતે પરવેઝ યુસુફ અને યુનુસનો ટેકો લઈ હોસ્પિટલ આવ્યો હતો તેવી રીતે તેઓ પાછા પોતાની બેરેક Barrack તરફ જવા નિકળ્યા, યુનુસ Yunus ઊભો થઈ ગયો ત્યાર પછી કામ થયું કે નહીં તેની પરવેઝ અને યુસુફને Yusuf ખબર ન્હોતી, તે પાછા જતા યુનુસ સામે જોઈ રહ્યા હતા, પણ યુનુસ તેમની સામે જોતો જોતો ન્હોતો, યુનુસને ખબર હતી કે સીપાઈ તેમની ઉપર બારીક નજર રાખી રહ્યા છે, સીપાઈ બેરેક સુધી તેમને મુકવા આવ્યા, જતી વખતે પરવેઝને Parvez સૂચના આપી કે દવા બરાબર લઈ લેજો.
સીપાઈ તેમની બેરેક Barrack સુધી મુકી રવાના થયા, મહંમદે Muhammad યુનુસ સામે જોયું તે હસ્યો, મહંમદને ખબર પડી કે કામ થઈ ગયું છે. તેણે પોતાના ખીસ્સામાં હાથ નાખી, મહંમદના Muhammad હાથ મોબાઈલ ફોન Mobile phone અને તેનું ચાર્જર Charger મુકયું જાણે તેના હાથમાં કોહીનુરનો હિરો આવ્યો હોય તેમ તે ચમકી ગયો, મહંમદે આસપાસ જોયું, ફોન સ્વીચ ઓફ Switch off હતો તેણે તરત મોબાઈલ ફોન ખોલી તેમાંથી સીમકાર્ડ SIM card કાઢી દાંત નીચે મુકી કચડી તેના ટુકડા કરી નાખ્યા, સીમકાર્ડના SIM card ટુકડા અબુ Abu આપતા કહ્યું સંડાસમેં ફેંક કર દો બાલ્ટી પાની ડાલ દેના, અબુ સીમકાર્ડના ટુકડા ફેંકવા સંડાસ તરફ ગયો, તેણે ફોન અને ચાર્જર પાછા યુનુસને Yunus આપતા કહ્યું જલ્દી આને લીમડા ઝાડ Neem Tree નીચે કપડામાં લપેટી માટીમાં દાટી દે, બેરેકમાં Barrack ગમે ત્યારે ચેકીંગ Checking આવી શકે છે, યુનુસ પોતાનો હાથ રૂમાલમાં ફોન અને ચાર્જર મુકી તેને બાંધી દીધા અને લીમડાના ઝાડ Neem Tree નીચે માટી ખોદી તેને દાટી દીધા, મહંમદની Muhammad સૂચના પ્રમાણે હવે ત્રણ દિવસ સુરંગ Tunnel ખોદવાનું કામ બંધ હતું, પણ તે કેમ બંધ હતું તેની ખબર ન્હોતી. મહંમદે આ નિર્ણય લીધો તેના બે કારણો હતા, એક તો બે દિવસ પહેલા બે સીપાઈને Sepoy થોડીક શંકા ગઈ હતી કે બેરેકમાં Barrack કઈક ગરબડ છે, પણ યુસુફે Yusuf ઝઘડો કરી તેમને બેરેકમાં આવતા રોકયા હતા, આ વાત તે પોતાના ઉપરી અધિકારીને Officer ચોક્કસ કરવાના હતા અને બીજુ કારણ એવું હતું કે જ્યારે ડૉ ગૌરાંગ ભટ્ટનો Dr. Gaurang Bhatt મોબાઈલ ફોન ચોરાયો છે, તેવી ખબર પડશે ત્યારે આખા જેલમાં ચેકીંગ Jail Checking થવાનું હતું, જેના કારણે મહંમદે Muhammad ત્રણ દિવસ કામ બંધ કરાવી દીધુ હતું, મહંમદ સાચો પડયો, બપોરની બંદી ખુલવાની વાર હતી ત્યારે મહંમદની બેરેકમાં Barrack સુપ્રીટેન્ડન્ટ વસાવા Superintendent Vasava પોતાના સ્ટાફ Staff સાથે ચેકીંગમાં આવ્યા, ચેકીંગ Checking આવ્યું છે તેવી ખબર પડતા તેણે પરવેઝને Parvez સુઈ જવાની સૂચના આપી હતી…
(ક્રમશ:)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.