Friday, April 17, 2026
HomeGujaratSuratપોલીસનું એક આવું પણ રૂપ છે, 54 વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં...

પોલીસનું એક આવું પણ રૂપ છે, 54 વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: પોલીસનું નામ પડે એટલે સામાન્ય માણસ ગભરાઈ જાય છે, તેમાં પણ જો એવું કહેવામાં આવે કે પોલીસની ગાડીમાં જવાનું છે તો મોટા ભાગે લોકો ગાડીમાં જવાનું ટાળતા હોય છે. પરંતુ આજે સુરત પોલીસ (Surat Police) દ્વારા એવી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે કે જેની આપણે સરાહના કરવી જ જોઈએ. આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા (Gujarat Board Exam)ઓ શરૂ થઈ હતી, ત્યારે રસ્તામાં અટવાયેલા કે કોઈ કારણોસર મોડું થઈ ગયેલા 54 વિદ્યાર્થીઓને સુરત પોલીસે પોતાના વાહનોમાં તેમના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચડ્યા હતા.

સુરતમાં ઘણી જગ્યાએ ઓવરબ્રિજ અને રસ્તાનું કામ ચાલી રહ્યું છે તથા ઘણી જગ્યાએ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેના કારણે આ બધા વિસ્તારોમાં ટ્રાફિક (Surat Traffic)ની સમસ્યા સર્જાતી હોય છે. આ કારણથી પરીક્ષા શરૂ થાય તે અગાઉ જ સુરત પોલીસ કમિશનર અને સુરત ટ્રાફિક પોલીસના અધિકારીઓ દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે મુજબનો પ્લાન તૈયાર કરી દીધો હતો.

- Advertisement -

વધુ વાંચો- ખીસ્સુ હતું ખાલી, આપવી હતી બોર્ડની પરીક્ષા, વિદ્યાર્થી માટે સુરત પોલીસ બની તારણહાર, કેવી રીતે જાણો

વિદ્યાર્થીઓની પરીક્ષા સેન્ટર પર પહોંચવામાં મદદ કરતી સુરત પોલીસ

Surat Police Helping Students During Board Exam
સુરત ટ્રાફિક પોલીસનું સરાહનીય કાર્ય. બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કરી મદદ

સુરત પોલીસ દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક વાળા વિસ્તારોમાં 18 ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તથા 78 TRB જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેટ્રોનું કામ ચાલતું હોય તેવી જગ્યાએ 8 ટ્રાફિક પોલીસ અને 36 TRB જવાનો તૈનાત કર્યા હતા, જેના કારણે ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાય નહીં અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે.

તેમ છતાં જો કોઈ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ તકલીફ પડતી હોય, વાહન ન મળતું હોય કે અન્ય કોઈ કારણ હોય તો પોલીસને સતર્ક રહેવા અને આવા વિદ્યાર્થીઓને તાત્કાલિક મદદ કરવાની સૂચના આપવામાં આવી હતી. આજે પરિક્ષાના પહેલા દિવસે પોલીસ દ્વારા લગભગ આવા 54 વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસની આ મદદનાં કારણે આ વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શક્યા અને પરીક્ષા આપી શક્યા. પોલીસની આ સરાહનીય કામગીરી માટે આવિદ્યાર્થીઓ સહિત આપણે બધાએ પોલીસનો આભાર માનવો જોઈએ.

- Advertisement -

Surat Police Helping Students During Board Exam

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular