નવજીવન ન્યૂઝ. જુનાગઢ: Junagadh Violence: ગત રાત્રિએ જૂનાગઢનાં (Junagadh) મજેવડી દરવાજા નજીક પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની (Clash) ઘટના બની હતી. એક દરગાહને ડિમોલેશન (dargah demolition) માટે નોટિસ ફટકાર્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ (Junagadh Police) પર પથ્થરમારો (Stone Pelting) કર્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં એક Dysp સહિત 5 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બાદમાં પોલીસે સ્થિતિ કાબુમાં લેવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. ઉપરાંત પોલીસ તરફથી મળતી જાણકારી મુજબ આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે.
આ બાબતે જુનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, ગતરાત્રિએ બનેલી આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. સાથે જ અસરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. ઉપરાંત હાલ પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ ઉપલબ્ધ વીડિયો મારફતે આરોપીઓની ઓળખ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે હાલ સુધીમાં કુલ 180 લોકોની અટકાયત કરી છે. તેમજ આ મામલે IPCની કલમ 302, 307, 143, 147, 148, 149, 332, 333, 427, 435 અને 440 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઘટના બાદ પોલીસે કેટલાક લોકોને દરગાહ નજીક ઉભા રાખી માર માર્યાની ઘટના વિશે વાત કરતા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, જો આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. જો કોઈ ફરિયાદ મળશે તો તે મામલે તપાસ કરવામાં આવશે. હાલ તો બેકાબૂ સ્થિતીને કાબૂમાં રાખવા અને આરોપીઓને પકડવાના કામમાં પોલીસ ખંતથી જોડાયેલી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








