નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ ગુજરાત કોંગ્રસમાં પ્રદેશ પ્રમુખ તરીકે સાંસદ શક્તિસિંહ કમાન સભાળે તે પહેલા જ પાર્ટીના એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસને અલવીદા કરી દીધી છે. કોંગ્રેસ પક્ષમાં વર્ષોથી સંકળાયેલા દિગ્ગજ નેતા ગોવા રબારીએ (Gova rabari) આજે પક્ષમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ગોવા રબારીના રાજીનામા બાદ તેમના પુત્ર સંજય રબારીએ (Sanjay Rabari) પણ કોંગ્રેસમાંથી (Gujarat Congress) રાજીનામું આપી દીધું છે.
સંજય રબારીએ પણ ફૂટની જેમ જ તેમના ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને (Jagdish Thakor) રાજીનામાનો પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પક્ષમાં મે ખૂબ જ દિલથી, લાગણી અને નિષ્ઠાથી લાંબા સમય સુધી કામ કર્યું છે, જેની આપને ખાત્રી છે. જેમ કે બનાસકાંઠા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની જબાદારી અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી છે. પરંતું મારા પિતાના નિર્ણયને હું ખુલ્લું સમર્થન આપીને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિતના તમામ હોદ્દાઓ પરથી આજે રાજીનામું આપું છું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








