Sunday, May 31, 2026
HomeGujaratકોંગ્રેસના દિગ્ગજનેતાએ 35 વર્ષે પાર્ટીનો સાથ છોડ્યો, ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ

કોંગ્રેસના દિગ્ગજનેતાએ 35 વર્ષે પાર્ટીનો સાથ છોડ્યો, ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી (lok sabha election 2024) યોજાવવાની છે. જેના ભાગ રૂપે રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ચૂંટણી નજીક આવે ત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને રાજીનામાની સિઝન જામતી હોય છે. ત્યારે ગુજરાત કોંગ્રસમાં (Gujarat Congress) પણ ફરી ચૂંટણી પહેલા નેતાઓના રાજીનામાની શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારીએ (Gova Rabari) કોંગ્રેસને અલવીદા કરી દીધું છે.

ગુજરાત કોંગ્રેસમાં એક ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી પરિસ્થિતી સર્જાઈ છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રસને વધુ એક દિગ્ગજ નેતાએ અલવિદા કરી દીધું છે. 35 વર્ષથી કોંગ્રેસનો પંજો પકડી રાખનારા નેતા ગોવા રબારીએ હવે કોંગ્રસનો પંજો છોડી દીધો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ગોવા રબારી કોંગ્રસ છોડી રહ્યા હોવાની વાત વહેતી થઈ હતી. ત્યારે આજે કોંગ્રસમાં તેમના રાજીનામાનો અધિકૃત પત્ર સામે આવ્યો છે. જેમાં ગોવા રબારીએ જણાવ્યું છે કે, મેં 35 વર્ષથી વફાદારી અને પૂર્ણ નિષ્ઠાથી કોંગ્રસમાં કામ કર્યું છે, પણ હવે ગુજરાત રાજ્યમાં કોંગ્રેસની કથળતી જતી હાલતથી વિસ્તારના લોકોના કાર્યોનો પૂર્ણ સંતોષ આપી શકતો નથી, માટે મે ભારતીય કોંગ્રેસ સાથેના મારા વર્ષો જૂના જોડાણથી છૂટા પડવાનો નિર્ણય કર્યો છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસના પ્રાથમિક સભ્યપદ સહિત મારા તમામ હોદ્દા પરથી રાજીનામું આપુ છું.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી કોંગ્રસમાંથી રાજીનામું આપવા હોવાની અટકળો તેજ થઈ હતી. તેવામાં આજે તેમણે ટ્વીટર પર પોસ્ટ કરીને રાજીનામાં અંગેનો પત્ર જાહેર કર્યો છે. જોકે પત્રમાં 7 દિવસ પહેલાની તારીખ દર્શાવામાં આવી છે. ગોવા રબારીની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો તેઓ કોંગ્રેસ તરફથી 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. સૌ પ્રથમ વર્ષ 1995માં ધાનેરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. બાદમાં તેઓ દિયોદર બેઠક પરથી ચૂંટણી લડ્યા પણ તેમાં તેઓ સફળ રહ્યા ન હતા. બાદમાં તેઓ બે વખત ડિસાથી વિધાનસભાની ચૂંટણી લડી જીત્યા હતા.

ગુજરાત કોંગ્રસમાં આંતરીક વિવાદના કારણે એક બાદ એક નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. તેવામાં કોંગ્રસની ડુબતી નાવને બચાવા માટે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી જગદીશ ઠાકોર પાસેથી આંચકીને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને આપવામાં આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે તૂટતી કોંગ્રેસને શક્તિસિંહ ગોહિલ બચાવામાં સફળ થાય છે કે નહીં?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular