નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Congress MLA Kirit Patel letter to Speaker: કરાઈ એેકેડમીમાં (Karai Academy) નકલી પી.એસ.આઈ. (Fake PSI) નોકરી પર લાગી ગયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે (Gujarat Police) આરોપી મયુર તડવી વિરૂધ્ધ ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુનો નોંધી કાર્યવાહી પણ કરી છે. ત્યારે આજરોજ વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly) પણ આ મામલો કોંગ્રેસે ખુબ ઉગ્ર રીતે ઉઠાવ્યો હતો. ગૃહમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પ્લે કાર્ડ સાથે સુત્રોચ્ચાર કરતા હોય તેમને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એવામાં કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ (Congress MLA Kirit Patel) ગેરહાજર હોય તેમને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. પરંતુ ધારાસભ્ય કિરીટ પટેલે અધ્યક્ષ શંકર ચૌધરીને(Speaker Shankar Chaudhary) પત્ર લખી વિધાનસભામાંથઈ આજના દિવસ માટે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગણી કરી છે.
નકલી પી.એસ.આઈ. મુદ્દે સરકાર બરોબરની ઘેરાઈ ગયેલી હોય ગૃહમાં પણ રાજકીય હંગામો જોવા મળ્યો હતો. આ હંગામામાં સામેલ કોંગ્રેસના 16 ધારાસભ્યો સહિત આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એવામાં ગેરહાજર રહેલા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાને પણ સસ્પેન્ડ કરવાની માગણી વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરી હતી.
પોતાને સસ્પેન્ડ કરવાની માગણી કરતા પત્રમાં કિરીટ પટેલે જણાવ્યું છે કે, વિધાનસભા ગૃહમાં બોગસ પી.એસ.આઈ. ભરતી કૌભાંડ બાબતે અમારા નેતા અમીત ચાવડા દ્વારા ચર્ચા કરવામાં આવતા ગૃહનું વાતાવરણ તંગ બનેલ હતું. જેના કારણે કોંગ્રેસના 16 ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરે છે. તેમજ અમારી વાજબી માગણીની ચર્ચા વિધાનસભા ગૃહમાં સરકારે થવા દિધેલ નથી. આ સમયે હું ગૃહમાં હાજર ન હતો પણ અમે કોંગ્રેસ પક્ષના સંગઠનમાં અને સહકારની ભાવનામાં માનતા હોય મને પણ આજના દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા યોગ્ય કાર્યવાહી કરવા સ્વેચ્છાએ વિનંતી છે.
આ પણ વાંચો: નકલી PSIનો મામલો ગૃહમાં ગાજ્યો, સત્તાપક્ષ લાજવાને બદલે ગાજતા વિપક્ષી ધારાસભ્યો સસ્પેન્ડ
કિરીટ પટેલે વિધાનસભા ગૃહ અધ્યક્ષને સસ્પેન્ડ કરવાની માગણી સાથેનો પત્ર સામે આવતા ફરી રાજકારણ ગરમ થયું છે. ગૃહમાં હાજર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ભાજપના ધારાસભ્ય જીતુ વાધાણીએ વિપક્ષ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે પણ ભરતી કૌભાંડ અને પેપરલીક મામલે રાજ્ય સરકારને ઘેરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગણી કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








