સામાન્ય માણસ માટે જેલ અને જેલમાં રહેલા કેદીઓ એટલે તેમણે ફિલ્મમાં જોયેલા દર્શ્ય જ હોય છે, પણ ફિલ્મ અને વાસ્તવીકતા વચ્ચે ખુબ મોટુ અંતર હોય છે, જો કે ફિલ્મમાં દર્શાવવામાં આવતી વેદનાઓ ત્રણ કલાકમાં પુરી થાય છે પણ વાસ્તવીક જીવનની વેદનાઓની સફર વર્ષો પસાર કરે છે, આવી જ એક કથા અમદાવાદના સાબરમતી જેલમાં રહેલા કેદી ચિરાગ રાણાની છે, તે પચ્ચીસ વર્ષે હત્યાના આરોપસર જેલમાં આવ્યો હતો, તે ઘટનાને બાર વર્ષ વિતી ગયા. બાર વર્ષમાં ચિરાગે પોતાની જીંદગીને બહુ નજીકથી જોઈએ અને પોતાને બદલવાનો નખશીખ બદલવાનો પ્રયત્ન કર્યો જેના કારણે ચાલુ વર્ષે ભારતની જેલમાં રહેલા કેદીઓને વિશીષ્ઠ કામગીરી માટે આપવામાં આવતા એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યો જુઓ ચિરાગનો વિડીયો