નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gujarat New DGP IPS Vikas Sahay : ગુજરાત પોલીસના (Gujarat Police) નવા પોલીસ વડા (DGP Gujarat) કોણ બનશે તે સવાલ પર હવે પૂર્ણ વિરામ લાગ્યો છે. અગાઉ DGP આશિષ ભાટીયા(Ashish Bhatia) નિવૃત થતાં વિકાસ સહાયને (Vikas Sahay) ઈન્ચાર્જ DGPનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. એવામાં હવે લાંબા સમયની મથામણ બાદ ઈન્ચાર્જ ડી.જી.પી. વિકાસ સહાયને જ આ પદ સોંપી દેવામાં આવ્યું છે. આજરોજ વિકાસ સહાયને ગૃહ વિભાગ દ્વારા નિમણૂક કરી છે અને સહાય સાંજ સુધીમાં નવા DGP તરીકેનો ચાર્જ સંભાશી શકે તેવા અહેવાલ મળી રહ્યાં છે.
ગુજરાતના DGP આશિષ ભાટીયાનો કાર્યકાળ પૂર્ણ થતાં સૌ કોઈની નજર રાજ્યના નવા DGP કોણ બનશે તેના પર હતી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના નવા DGP તરીકે 6 આઈ.પી.એસ. અધિકારીઓના નામ પેનલમાં મોકલ્યા હતા. જેમાં અતુલ કરવાલ, વિકાસ સહાય, અજય તોમર, અનિલ પ્રથમ, શમશેર સિંગ, વિવેક શ્રીવાસ્તવનું નામ પેનલમાં હતું. તે સમયે નવા DGP તરીકે અતુલ કરવાલના નામની પ્રબળ શક્યતા રહેલી હતી, સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના નામની પણ ચાલી હતી હતી પરંતુ આગામી માર્ચમાં તેઓ નિવૃત થવાના હોવાથી માત્ર બે મહિના માટે DGP બનાવે તે શક્ય નહોતું. જોકે અંતે રાજ્યના નવા DGP તરીકે વિકાસ સહાયના નામની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતના DGP તરીકે કાર્યભાર સંભાળનારા IPS અધિકારી વિકાસ સહાયની પ્રોફાઈલ પર નજર કરીએ તો IPS વિકાસ સહાય વર્ષ 1989 બેચના IPS ઓફિસર છે. સહાયે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. IPS વિકાસ સહાયે યુ.એન. પીસ કીપિંગ મિશનની મહત્વપૂર્ણ જવાબદારી પણ સંભાળી હતી. દરમિયાન તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. ત્યારબાદ તેમણે 1999 SP આણંદ, 2001માં SP અમદાવાદ ગ્રામ્ય, 2002માં DCP અમદાવાદ શહેર ઝોન2, 3, 2004માં ટ્રાફિક DCP અમદાવાદ શહેર, 2005માં એડિશનલ ટ્રાફિક CP અમદાવાદ શહેર, 2007માં એડિશન CP સુરત, 2008માં જોઈન્ટ CP સુરત રેન્જ-1, 2009માં IG સિક્યોરિટી સુરત, 2010 IG, CID, 2010 IG,IB, 2010-16 ડાયરેક્ટર જનરલ રક્ષાશક્તિ યુનિવર્સિટી રહ્યા હતા. હાલમાં તેઓ પોલીસ તાલીમના અધિક મહાનિર્દેશક અને રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








