Thursday, July 23, 2026
HomeNationalવિદ્યાર્થી આંદોલન વચ્ચે સુપ્રીમ કોર્ટના વકીલોએ સંવિધાનની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કર્યું

વિદ્યાર્થી આંદોલન વચ્ચે સુપ્રીમ કોર્ટના વકીલોએ સંવિધાનની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કર્યું

- Advertisement -

Paper Leak Supreme Court: દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે ગુરુવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના વકીલોના એક સમૂહે “લોકશાહી બચાવો, સંવિધાન બચાવો” અભિયાન અંતર્ગત સંવિધાનની પ્રસ્તાવના (Preamble of the Constitution)નું સામૂહિક વાંચન કર્યું. આ કાર્યક્રમ સુપ્રીમ કોર્ટના લોનમાં લંચ બ્રેક દરમિયાન યોજાયો હતો, જેમાં વકીલોએ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા સંવિધાનિક મૂલ્યોને ફરીથી દોહરાવ્યા.

આ કાર્યક્રમનું નેતૃત્વ વરિષ્ઠ વકીલ ઇંદિરા જયસિંહ (Indira Jaising) અને ડૉ. એસ. મુરલીધર (Dr. S. Muralidhar)એ કર્યું હતું. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (Supreme Court Bar Association)ના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ (Vikas Singh) પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

- Advertisement -

કાર્યક્રમમાં વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવર (Anand Grover), અંજના પ્રકાશ (Anjana Prakash), સંજય ઘોષ (Sanjay Ghosh), શાદાન ફરાસત (Shadan Farasat), અરુંધતી કાટજુ (Arundhati Katju), મહાલક્ષ્મી પાવની (Mahalakshmi Pavani), નંદિતા રાવ (Nandita Rao), પી.વી. સુરેન્દ્રનાથ (P. V. Surendranath), મનાલી સિંઘલ (Manali Singhal), સંગીતા ભારતી (Sangeeta Bharti), પી.વી. દિનેશ (P. V. Dinesh), જયંત ઠાકુર (Jayant Thakur) અને વૃંદા ગ્રોવર (Vrinda Grover) સહિત બારના અનેક સભ્યોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે સુપ્રીમ કોર્ટ બારના યુવા સભ્યોની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. ઘણા વકીલોના હાથમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ (National Flag) અને સંવિધાનની નકલો હતી. સૌએ એકસાથે સંવિધાનની પ્રસ્તાવના વાંચીને સંવિધાનિક મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તાજેતરના દિવસોમાં દિલ્હીમાં નીટ (NEET) પેપર લીક (Paper Leak) મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા જંતર-મંતર (Jantar Mantar) ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન, સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ-ઓન-રેકોર્ડ એસોસિએશન (Supreme Court Advocates-on-Record Association) અને અંદાજે 650 વકીલોના સમૂહે અલગ-અલગ નિવેદનો જાહેર કરીને વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ અને બળપ્રયોગની નિંદા કરી હતી તેમજ સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular