Friday, April 17, 2026
HomeGujaratબંગડીઓ ડરપોક નહીં બહાદુર હોય તે જ બંગડીઓ પહેરે છે

બંગડીઓ ડરપોક નહીં બહાદુર હોય તે જ બંગડીઓ પહેરે છે

- Advertisement -

સૌ પ્રથમ આપણા ઘરથી ખોટા શિક્ષણનો પ્રારંભ થાય છે, થોડા દિવસ પહેલા ગુજરાત વિધ્યાપીઠના પત્રકારત્વનો અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ નવજીવન ટ્રસ્ટની મુલાકાતે આવ્યા હતા, આ વિધ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો મને અવસર મળ્યો, હું મારા પત્રકારત્વના અનુભવો તેમની સાથે વહેંચી રહ્યો હતો મેં પત્રકારત્વનો પ્રારંભ કર્યો ત્યારે માત્ર અખબાર અને સામાઈકો જ હતા, ટેલીવીઝન-ખાનગી રેડીયો અને પોર્ટલનું આગમન થયુ ન્હોતુ, મોટા ભાગના પત્રકારો અખબારમાં કામ કરતા હતા, જુના અમદાવાદની વાત પણ નિકળી ત્યારે ચર્ચામાં પ્રોફેસર પુનીતાએ અમદાવાદમાં થતાં કોમી તોફાનનો ઉલ્લેખ કર્યો, ત્યાર વાત નિકળી જુના અમદાવાદમાં પોળના રહેવાસી પોતાનો પડોશી પોળના લોકોને બંગડીઓ મોકલતા હતા અને પછી તોફાની તાકાત વધી જતી હતી, જેમને અમદાવાદનો માહોલનો અંદાજ નથી તેમની જાણકારી માટે કહુ તો 90ના દસકમાં કોમી તોફાન અમદાવાદ માટે સામાન્ય ઘટના હતી, કોમી તોફાન માટે કોઈ મુદ્દો અથવા ધાર્મિક બાબત હોવી જરૂરી ન્હોતી, બે સાયકલો પણ સામ-સામે ટકરાઈ જાય તો પણ તોફાન શરૂ થઈ જતા હતા.






ત્યારે અમદાવાદના પશ્ચીમ વિસ્તારનો વિકાસ થયો ન્હોતો, 80 ટકા અમદાવાદ કોટ વિસ્તારની અંદર હતું જેને આપણે જુનુ અમદાવાદ તરીકે ઓળખીએ છીએ, તોફાન શરૂ થાય એટલે જેમને કારણની પણ ખબર ના હોય તેવા લોકો પણ તોફાનમાં જોડાઈ જતા હતા, જો કે ત્યારે પણ અનેક પોળોમાં ડાહ્યા અને સમજદાર લોકો રહેતા હતા, તેમને ખબર હતી કે તોફાન સમસ્યાનો ઉકેલ નથી, એટલે તેઓ પોતે અને પોતાના સંતાનનો તોફાનથી દુર રાખતા હતા, ચારે તરફ તોફાન ચાલુ હોય અને તોફાનની વચ્ચે કોઈ પોતાને શાંત રાખી શકે તે અસહ્ય હતું એટલે તોફાન કરનારની પોળમાંથી શાંતિ ઈચ્છી પોળના લોકોને બંગડીઓ મોકલવામાં આવી હતી, બંગડી મોકલવાનો અર્થ હતો તમે ડરપોક છો તમારી અંદર લડવાની તાકાત અને લાયકાત નથી, બસ બંગડીઓ આવતા વાત બદલાઈ જતી અને તેઓ શાંત હતા તેમના હાથમાં પણ પથ્થર અને પેટ્રોલ બોમ્બ આવી જતા કારણ તેમને સાબીત કરવાનું હતું કે તેઓ નાર્મદ નથી.

- Advertisement -

આ તો કેવુ શિક્ષણ બંગડી પહેનાર ડરપોક અને અને જેઓ બંગડી પહેરતા નથી તેઓ બહાદુર આવુ શિક્ષણ આપણે પેઢીઓથી મેળવતા આવ્યા છીએ અને તેમા આપણને કઈ ખોટુ અને ખરાબ પણ લાગતુ નથી,. જો બંગડી પહેનારી સ્ત્રી ડરપોક છે તેવુ આપણે માનીએ અને સ્વીકારીએ તો આપણે આપણને જન્મ આપનારી જનેતા, આપણી જીવન સાથી પત્ની, આપણી બહેન અને દિકરીનું અપમાન કરીએ છીએ, એક પુરુષ તરીકે આપણને કલ્પના જ નથી કે સંતાનને જન્મ આપનારી સ્ત્રી કયારેય ડરપોક હોઈ જ શકે નહીં, કારણ સંતાનને જન્મ આપવાની પ્રક્રિયા પારવાર પીડા દાયક હોવા છતાં તે તેમાંથી પસાર થાય છે, આ ઉપરાંત હાથમાં બંગડી પહેરનારી સ્ત્રી જીવના અનેક મુકામ અને તબક્કા ઉપર પોતાના પતિ અને પરિવાર સાથે ઉભી રહે છે તે કાબીલે દાદ માગે છે પણ આપણે તે સ્ત્રીની બહાદુરીની નોંધ જ લેતા નથી, એક પુરૂષ તરીકે પૈસા કમાનારો જ ઉત્તમ અને શ્રેષ્ઠ તેવી માન્યતા આપણા મનમાં ઘર કરી ગઈ છે આમ બંગડીને કાયરતા સાથે જોડી આપણે પોતાને કાયરતા તરફ ધકેલી રહ્યા છે.





આવુ જ રડવાની બાબતમાં છે રડવુ એક સ્વભાવીક બાબત છે, પણ આપણા ઘરમાં કોઈ છોકરો રડે તો તરત તેના માતા પિતા તેને ટોકતા કહે છે, છોકરીની જેમ શુ રડે છે, તુ છોકરો છે,.આવુ તમે પણ બોલ્યા હશો અથવા તમે પણ સાંભળ્યુ હશે, એટલે છોકરાએ રડવાનું જ નહીં, જેમ બંગડી અંગે ખોટુ શિક્ષણ મળ્યુ તેવુ રડવા અંગે પણ ખોટુ શિક્ષણ મળ્યુ, મનોવિજ્ઞાન કહે છે કે રડવુ એક સ્વભાવીક પ્રક્રિયા છે, જયારે પણ રડવુ આવે અને માણસ રડી લે તેે સારી બાબત છે પરંતુ આપણે ત્યાં પુરૂષોને રડવા ઉપર પાબંધી છે., તેનો અર્થ એવો થયો કે પુરૂષ તરીકે જન્મ લેનારી વ્યકિત પથ્થર હ્રદયની હોય છે તેમને કયારેય કોઈ બાબતનું માઠુ લાગતુ નથી, કયારેય દુઃખ થતુ નથી કયારેય ડર લાગતો નથી, આમ હું રડીશ તો મને લોકો કાયર સમજી લેશે તેવી માન્યતાને કારણે પુરૂષ રડતો નથી અને જે પુરૂષ રડતો નથી તે પોતાના જીવન સામે અનેક પ્રશ્ન ઉભા કરે છે.

આપણે બંગડી અને રડવાના બે મુદ્દા ઉપર વાત કરી, આપણી માન્યતા એવી છે કે બંગડીઓ સ્ત્રી જ પહેરે છે, ખરેખર તો બંગડી સ્ત્રીઓના અનેક શૃંગાર પૈકીનો એક શૃંગાર છે, બંગડી અને બહાદુરી અથવા કાયરતા સાથે કોઈ નીસ્બત નથી, છતાં આપણે બંગડીને કાયરતા સાથે જોડી દીધી તેવી જ રીતે રડવાનો અઘિકાર પણ સ્ત્રીઓને જ છે પુરૂષ રડી શકે નહીં તેવુ આપણે માની છીએ, આવુ ખુદ પુરૂષ પણ માનવા લાગે ત્યારે પુરૂષ અંદરથી તુટવા લાગે છે, કારણ જીવની અનેક સમસ્યાઓ સાથે લડતા લડતા પુરૂષ થાકી જાય છે અને ભાંગી જાય છેે તેનું મન તેને કહે છે કે પોક મુકીને રડી લે, પણ તેને મળેલુ શિક્ષણ કહે છે કે રડીશ તો લોકો તને કાયર માનશે એટલે મોટા ભાગના પુરૂષો રડતા જ નથી, નીરાશ થઈ આત્મહત્યા કરનાર લોકોની યાદી તપાસો તો તમને અંદાજ આવશે કે બહાદુર કોણ અને કાયર કોણ છે,. દસ વ્યકિતઓ આત્મહત્યા કરે તેમાં સાત પુૂરૂષો અને ત્રણ સ્ત્રીઓ હોય. છે આમ આત્મહત્યા કરવામાં પુરૂષોની સંખ્યા વિશેષ છે કારણ તે રડતો નથી એટલે હળવો થતો નથી આત્મહત્યા કરવા કરતા રડી લેવુ કેટલુ સસ્તુ છે પણ તે આપણને કોઈ સમજાવતુ જ નથી.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular