Monday, September 9, 2024
HomeSeriesDeewal Seriesક્રેઇનનો ડ્રાઇવર ખાડા પાસે ઉભડક બેઠો તેને કંઈક શંકા ગઈ અને તેણે...

ક્રેઇનનો ડ્રાઇવર ખાડા પાસે ઉભડક બેઠો તેને કંઈક શંકા ગઈ અને તેણે પોતાનો ફોન બહાર કાઢ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-76 દીવાલ ): પોલીસની ક્રેઈન ખાડામાં ફસાયેલી મેસવાનને કાઢવા માટે આવી હતી, વાતાવરણ વાદળ છાયુ અને ધીમા વરસાદનું Rain હતું. પોલીસની ક્રેઈન Police Crane આવી પહોંચતા ફસાયેલી મેસવાનનો ડ્રાઈવર Driver વાનમાંથી બહાર આવ્યો, ક્રેઈનના ડ્રાઈવરે ન્યુટ્રલ કરી એન્જીન Engine બંધ કર્યું અને હેન્ડ બ્રેક Hand brake ખેંચી તે ક્રેઈનમાંથી નીચે ઉતર્યો તેની સાથે ક્રેઈન ઉપર રહેલા તેના બે હેલ્પર Helper પણ નીચે આવ્યા, ત્રણેએ નીચે ઉતરી મેસવાનનું ટાયર Tyre કેટલુ જમીનમાં ગયું છે તે જોઈ લીધુ, તેમને અંદાજ આવી ગયો કે મેસવાનને પાછળથી ખેંચવી પડશે. ક્રેઈનનો ડ્રાઈવર પોતાની સીટ ઉપર બેઠો અને ક્રેઈન સ્ટાર્ટ Start કરી તેને ક્રેઈનને રીવર્સ Reverse કરી, ઉંઘી કરી ક્રેઈન મેસવાન પાસે લાવ્યો. ક્રેઈનનો હેલ્પર Helper ક્રેઈન ઉપર ચઢયો અને તેને લીવર દબાવી ક્રેઈનમાં લાગેલો રોપ નીચે કર્યો.



રોપ Rope નીચે આવતા બીજા હેલ્પરે તેનું હુક મેસવાન સાથે લોક Locked કર્યું તેણે હાથનો ઈશારો કર્યો તેની સાથે ક્રેઈન ઉપર રહેલા હેલ્પરે લીવર ચેઈજ કર્યું અને રોપ ટાઈટ થવા લાગ્યો, રોપ ટાઈટ Rope Tight થતાં મેસવાનને એક સામાન્ય ઝટકો વાગ્યો તેણે ફરી લીવર ન્યુટ્રલ કર્યું તેણે ક્રેઈનની ડ્રાઈવર કેબીન ઉપર હાથ પછાડયો, તેનો અર્થ તે ડ્રાઈવરને Driver કહેવા માગતો હતો કે કે ક્રેઈન Crane આગળ લો, ડ્રાઈવરે ફસ્ટ ગીયરમાં ક્રેઈન નાખી અને કલચ ઉપરથી પગ ઉપાડી, એકસીલેટર Accelerator વધારવાની શરૂઆત કરી, હવે મેસવાન સાથે બાંધેલા રોપને કારણે ક્રેઈન આગળ જતા મેસવાન ક્રેઈન તરફ ખેંચાવવા લાગી, પહેલા ખાડાને કારણે એકસીલીટર ઉપર વધારે જોર આપવુ પડયુ, પણ બીજી જ મિનિટે મેસવાન ખાડામાંથી બહાર નીકળી, ક્રેઈન પાંચ મીટર આગળ જતા ક્રેઈન ઉપર રહેલા હેલ્પરે Helper ડ્રાઈવર કેબીન Cabin ઉપર જોરથી ધબ્બો મારી ક્રેઈન ઊભી રાખવા કહ્યું મેસવાન ખાડામાંથી નીકળી ગઈ હતી.

ક્રેઈન Crane ઉપર રહેલા હેલ્પરે મેસવાન સાથે જોડાયેલો ક્રેઈનનો રોપ Rope છુટો કરવા રોપનું લીવર રીલીઝ કર્યું. મેસવાન તો બહાર નિકળી ગઈ હતી, પણ મેસવાનનો ડ્રાઈવર જે ખાડામાં વાનનું વ્હીલ Wheel ફસાયુ હતું તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો, વરસાદ Rain ઝરમર હતો, પણ ખાડામાં વાન પડી રહી ત્યારે ત્યાં જમા થયેલુ પાણી હવે વાન નિકળી ગયા પછી જે ખાડો હતો તેની અંદર તરફ જઈ રહ્યું હતું, ક્રેઈનને ડ્રાઈવર Crane Driver પણ એન્જીન બંધ કરી નીચે ઉતર્યો હતો, તેને આશ્ચર્ય થયું કે મેસવાનનો ડ્રાઈવર ખાડામાં શું જોઈ રહ્યો છે.

- Advertisement -

ક્રેઈનના હેલ્પરો, Helpers છુટો થયેલો રોપ Rope ફીટ કરી રહ્યા હતા, ત્યારે મેસવાનનો ડ્રાઈવર Driver અને ક્રેઈનનો ડ્રાઈવર ખાડામાં જોઈ રહ્યા હતા, ક્રેઈનના Crane ડ્રાઈવરને પણ ખાડો જોઈ આશ્ચર્ય થયું તે ખાડા પાસે ઉભડક પગે બેસી પોતાની શંકાનું Doubt સમાધાન કરવા બેઠો, તેની આંખો ચાર થઈ ગઈ, તેણે ડોક ઉંચી કરી પાછળ તરફ ફેરવી તેણે મેસવાનના ઉભા રહેલા ડ્રાઈવર Driver સામે જોયુ, બંન્નેની આંખો કહી રહી હતી, મને જે સમજાય છે તે જ તને પણ સમજાઈ રહ્યું છે. ઉભડક પગે બેઠેલો ડ્રાઈવર ઊભો થયો, તેણે મેસવાનના ડ્રાઈવરને પુછ્યું બાપુ Bapu શું કરવું છે, મેસવાનના ડ્રાઈવરે કહ્યું સાહેબ Sirને કહેવું પડશે. ક્રેઈનના ડ્રાઈવરે માથુ હલાવી હા પાડી, મેસવાનના ડ્રાઈવરે શર્ટના Shirt ઉપરના ખીસ્સામાં રહેલો પોતાનો મોબાઈલ ફોન Mobile Phone કાઢયો, વરસાદ Rain ચાલુ હતો, તેમના કપડા તો સામાન્ય ભીના થઈ ગયા હતા, એટલે તેણે ખીસ્સામાંથી ફોન કાઢી પહેલા થોડો લુંછયો, ફોન Phone ભીનો ન્હોતો, પણ તેના ઉપર ભીનાશ Wetting હતી. તેણે ફોન ઉપર આડો હાથ રાખ્યો. કારણ વરસાદના Rain છાંટા ફોન ઉપર પડતા હતા. મેસવાનના ડ્રાઈવરે પોતાના સાહેબને વાન Van ફસાઈ ગઈ અને નિકળી ગઈ છે, તેની જાણ કરી, સામે છેડે રહેલા મોટર ટ્રાન્સપોર્ટ સેકશનના ઈન્સપેકટર Inspectorને ડ્રાઈવરની આ ફાલતુ વાત સાંભળવમાં રસ ન્હોતો, એટલે તેણે કહ્યું સારૂ તમારી વાન નીકળી ગઈ છે, ત્યાં નીકળો હેડકવાર્ટર Headquarter આવી જાવ.



ડ્રાઈવરે Driver કહ્યું સાહેબ Sir વાત તો સાંભળો, પછી તેણે વાન નીકળી તે ખાડામાં શું થયુ તેની માહિતી Information ઈન્સપેકટર Inspectorને આપી, ઈન્સપેકટર વાત સાંભળી ચમકી ગયા. થોડીવાર પછી ફોન Call પુરો થયો, ક્રેઈનના ડ્રાઈવરે Crane Driver પુછ્યું શું કહ્યું સાહેબે.. મેસવાનના ડ્રાઈવરે કહ્યું તમે જગ્યા છોડતા નહીં. બંન્ને ડ્રાઈવરોની બુધ્ધી પણ ડ્રાઈવર જેટલી જ હતી, તેમણે સાહેબે Sir કેમ જગ્યા છોડવાની ના પાડી તે ખબર પડી નહીં, પણ સાહેબનો આદેશ Command એટલે આદેશ સમજી તેઓ ત્યાં જ ઊભા રહ્યા, ક્રેઈન ઉપર રહેલા હેલ્પરોને Helpers કઈ જ ખબર ન્હોતી, તેમણે ક્રેઈનના Crane ડ્રાઈવરને ઈશારો કર્યો ચલો નીકળવું નથી, ડ્રાઈવરે તેમને નીચે આવવાની સૂચના આપી, બંન્ને હેલ્પરો Helper પણ ક્રેઈન ઉપરથી નીચે ઉતર્યા, ડ્રાઈવરે તેમને ખાડા તરફ ઈશારો કર્યો.

- Advertisement -

હવે બંન્ને હેલ્પરો Helpers પણ ખાડા તરફ જોવા ગયા, પહેલા તો તેમને લાગ્યું કે ખાડા જેવો ખાડો હશે, તેમાં શું જોવાનું છતાં તેઓ ખાડો જોવા માટે ઉભડક પગે Feet ખાડા પાસે બેઠા, વરસાદના પાણી Rainwaterની એક નાની ધાર હવે ખાડાની અંદર જવા લાગી હતી, પહેલા તો તેમણે પાણી Water કેવી રીતે જમીનની અંદર તરફ જઈ રહ્યું છે તે સમજવાનો Understand પ્રયત્ન કર્યો, પણ થોડીક જ વારમાં તેમને સમજાઈ ગયું તેઓ એકદમ ડર Fear અને ચિંતા Worry સાથે ઊભા થઈ ગયા, તેઓ ડ્રાઈવર Driver પાસે આવ્યા. તેમના ચહેરા ઉપરનો ભાવ કહેતો કે આવું કેવી રીતે બને, અને હવે શું.. ક્રેઈનના ડ્રાઈવરે Crane Driver કહ્યું એમટી સેકશનના MT Section પીઆઈ PI ને જાણ કરી, તેમણે કહ્યું જગ્યા છોડતા નહીં, તે સીટી કંટ્રોલરૂમ City Control Room સાથે વાત કરે છે. હેલ્પરોએ Helpers પોલીસની Police અનેક ફસાયેલી વાન કાઢી હતી અને ખાસ કરી ચોમાસા Monsoonમાં તો આવું જ થતુ હોય છે. પણ તેમણે આવો ખાડો ક્યારેય જોયો ન્હોતો, પોલીસ ખાતામાં Police Department સામાન્ય રીતે ડ્રાઈવરોને માન મળતુ નથી, કારણ ડ્રાઈવરને પોલીસના વાહન Police Vehicle ચલાવવામાં ખાસ કઈ બુધ્ધીનો ઉપયોગ કરવો પડતો નથી તેવુ જ ઉપરી અધિકારી Officer માનતા હોય છે, પણ ક્રેઈન અને મેસવાનના ડ્રાઈવરે Driver જે કર્યું તેની કોઈને કલ્પના ન્હોતી.



માથા ઉપર વરસાદ Rain ચાલુ હતો પણ તેમણે જે જોયું હતું તેની ચિંતામાં Worry તેઓ ભુલી ગયા હતા કે તેઓ ભીંના થઈ રહ્યા છે. તેમની ચારેના ચહેરા Faces ઉપર એક સરખો ભાવ હતો, તેમણે પોતાના સાહેબ Sirને ફોન Call કર્યો તેની બારમી મિનિટે જેલની દિવાલના Jail Wall કાચા રોડ ઉપર એક અત્યંત ઝડપે આવી રહેલી પોલીસ જીપ Police Jeepતેમણે જોઈ કાચા રોડ ઉપર પાણી પણ ભરાયા હતા, છતાં પોલીસ જીપનો ડ્રાઈવર Driver રોજની સ્પીડ Speed કરતા વધુ ઝડપે જીપ ચલાવી રહ્યો હતો, જીપની Jeep સ્પીડ Speedને કારણે ખાડામાં જીપ પછડાતી અને કાદવ Mud પણ ઉડતો હતો, જીપ એકદમ મેસવાન અને ક્રેઈન ઊભી હતી ત્યાં આવી ઊભી રહી, ડ્રાઈવરે જીપની સ્પીડને રોકવા બ્રેક Break મારી છતાં જીપના ટાયરો Jeep Tyres ભીની જગ્યાને કારણે બ્રેક થયા પછી પણ એકાદ ફુટ આગળ જઈ થંભી ગયા, જીપમાંથી ઝડપભેર એક સબઈન્સપેકટર Subinspector ઉતર્યો, તેને જોતા બંન્ને ડ્રાઈવરો Drivers અને હેલ્પરોએ Helpers તેમને સલામ Salute કરી, પીએસઆઈ PSI કઈ પુછે તે પહેલા મેસવાનના ડ્રાઈવરે Driver ખાડા તરફ ઈશારો કર્યો, પીએસઆઈ PSIએ પહેલા ઊભા રહી ખાડાની અંદર તરફ જોયું અને પછી તે પણ ઉભડક પગે બેઠા, અડધી મિનિટ ખાડો જોયા પછી તે ઊભા થયા તેઓ ખાડાથી થોડા દુર ગયા, અને તેમણે ખીસ્સામાંથી મોબાઈલ ફોન Mobile Phone કાઢી કોઈની સાથે વાત કરી, જો કે તેઓ શું વાત કરી રહ્યા છે તે કઈ સમજાતુ ન્હોતુ, તેમણે ફોન મુકયો અને જીપ Jeep પાસે ઊભા રહ્યા, અને થોડીક જ વારમાં સાબરમતી જેલ Sabarmati Jailમાં રહેલી તમામ સાયરનો Siren એક પછી ગુંજી ઉઠી હતી…

- Advertisement -

(ક્રમશ:)

PART – 75 | ચોમાસા પહેલા જેલમાંથી ભાગી જવાનો પ્લાન હતો પણ છેલ્લી ઘડીએ પ્લાન બદલાઇ ગયો





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular