Hockey world cup team India New jersey controversy: આગામી મહિનામાં નેધરલેન્ડ અને બેલ્જિયમમાં થવા જઈ રહેલા FIH વર્લ્ડ કપમાં ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમ પોતાની પારંપરિક વાદળી કીટને બદલે કેસરિયા રંગની જર્સીમાં નજરે પડશે. આ બદલાવ પર પૂર્વ કેપ્ટન વિરેન રાસ્કિન્હાએ સવાલ ઉઠાવ્યા છે. હોકી ઈન્ડિયાએ પોતાના સોશ્યલ મીડિયા પેજીસ પર નવી જર્સીને રજૂ કરતા કહ્યું કે જર્સીની ડિઝાઈન અને રંગ એક કહાની બતાવે છે જે ભારતનું ગૌરવ બતાવવા માટે છે. ઉપરોક્ત તસવીર પણ તે વીડિયોમાંથી જ લેવાયેલો સ્ક્રીનશૉટ છે. તેમણે કહ્યું છે કે, કેસરિયો રંગ સાહસ, ત્યાગ અને જીતનું પ્રતિક છે. સંસ્થાએ કહ્યું, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ અને ઉગતા સુરજથી પ્રેરિત આ જર્સી નવી શરૂઆત દર્શાવે છે.
આગામી 15થી 30 ઓગસ્ટ સુધી ચાલનારા હોકી વર્લ્ડ કપની જર્સીમાં મંડલાથી પ્રેરિત પેટર્ન પણ રખાઈ છે જે ભારતની સાંસ્કૃતિક વિરાસતનો ઉત્સાહ મનાવે છે. નેવી બ્લુ રંગના ભાગ અને અશોક ચક્રથી પ્રેરિત છે જે પ્રગતિ, શાંતિ અને ફોકસનું પ્રતિક છે.
ઓલંપિક ગોલ્ડ ક્વેસ્ટ ના CEO રાસ્કિન્કાએ x પર લખ્યું, મારે કહેવું પડશે કે @TheHockeyIndia એ ઘણા સારા કામ કર્યા છે, પણ આ શર્મસાર કરનારું છે. ભારતીય ટીમની ઓળખ અને વિરસત હંમેશા વાદળી રંગની રહી છે. મેં ઘણા વર્ષો સુધી ગર્વ સાથે વાદળી જર્સી પહેરી છે. ફેંસ અમારી ભારતીય ટીમને વાદળી રંગમાં જોવા માગે છે. નારંગી રંગનું શું લોજિક છે?
મારી સીધી અને વિનમ્ર વાત ગર્વ, ઓળખ અને વિરાસત અંગે છે. પણ નેશનલ ફેડરેશને આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, કેસરિયો રંગ નક્કી કરવામાં કશું જ ખોટું નથી. કારણ કે આ આપણા તિરંગાનો હિસ્સો છે.
જેને કારણે હવે સવાલો એવા ઉઠી રહ્યા છે કે શું ફેડરેશને કોઈને ખુશ કરવા આવા રંગને નક્કી કર્યો?








