Thursday, July 30, 2026
HomeGujaratAhmedabadરાજ્ય પોલીસ વડાએ DGP કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 148 કરી, હવે સિવિલિયન સ્ટાફને...

રાજ્ય પોલીસ વડાએ DGP કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 148 કરી, હવે સિવિલિયન સ્ટાફને પણ સન્માનિત કરાશે

- Advertisement -

Number of DGP Commendation Discs increased : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા વર્ષ 2020થી ડીજીપી કમેન્ડેશન ડિસ્ક (DGP Commendation Disc) એનાયત કરવામાં આવે છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (Gyanender Singh Malik HoPF Gujarat) વાર્ષિક રિવોર્ડ સિસ્ટમમાં સુધારો અને વિસ્તરણની જાહેરાત કરી છે. Gujarat Police વિભાગમાં વધતી સંખ્યા અને નવા ઉભરતા પડકારોને ધ્યાનમાં રાખીને વાર્ષિક ‘DGP કમેન્ડેશન ડિસ્ક’ની વર્તમાન સંખ્યા 110 થી વધારીને 148 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ ઉપરાંત હવે સિવિલયન સ્ટાફને પણ કમેન્ડેશન રોલ એનાયત (Commendation Roll will be awarded to civilian staff) કરવામાં આવશે.

ઉત્કૃષ્ટ અને અસાધારણ સેવાઓને સન્માનિત કરવા માટે સૌપ્રથમ વર્ષ 2020માં DGP કમેન્ડેશન ડિસ્કની શરૂઆત થઈ હતી. વર્ષ 2019 થી 2026ના સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસમાં 30 હજારથી વધુ નવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી કરવામાં આવી છે. છેલ્લાં છ વર્ષમાં નવી રેન્જ અને નવા જિલ્લાઓની રચના સાથે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (Cyber ​​Center of Excellence) અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF CID Crime) જેવા વિશિષ્ટ તથા હાઇ-ટેક યુનિટ્સ પણ અસ્તિત્વમાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ કમિશનરેટોના અધિકારક્ષેત્રમાં પણ વધારો થયો છે.

- Advertisement -

સુધારેલી રિવોર્ડ સિસ્ટમમાં કરાયેલા સુધારા

એવોર્ડની સંખ્યામાં વધારો અને સર્વસમાવેશક માપદંડ : એવોર્ડ પ્રણાલીને વધુ વ્યાપક બનાવવા માટે પાત્રતાના માપદંડો હળવા અને વિસ્તૃત કરાયા છે. હવેથી માત્ર ગુના નિવારણ જ નહીં, પરંતુ વહીવટી ફરજો, ટ્રાફિક વ્યવસ્થાપન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં ઉત્કૃષ્ટતા તેમજ ચૂંટણી દરમિયાન દર્શાવેલી ઉત્કૃષ્ટ કામગીરીને પણ સક્રિયપણે ધ્યાનમાં લેવાશે. ઉપરાંત એવોર્ડ માટેની ન્યૂનતમ સેવાનો માપદંડ 7 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો છે.

પોલીસ દળના તમામ યુનિટ્સનું પ્રતિનિધિત્વ : કમેન્ડેશન ડિસ્કના વ્યાપમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), માઉન્ટેડ અને ડોગ યુનિટ્સ, આર્મરર તેમજ બેન્ડ સ્ટાફના જવાનોનો પણ સ્પષ્ટપણે સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી દરેક શાખાના યોગદાનને ન્યાય મળે.

- Advertisement -

સિવિલિયન સ્ટાફ માટે ‘DGP કમેન્ડેશન રોલ’ની નવી શરૂઆત : પોલીસ વિભાગના રોજિંદા વહીવટને સુચારૂરૂપે ચલાવવામાં સિવિલિયન સ્ટાફના અદ્રશ્ય પરંતુ મહત્વપૂર્ણ યોગદાનને સ્વીકારીને રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ‘DGP કમેન્ડેશન રોલ’ની નવી પ્રણાલી શરૂ કરાઈ છે. આ વર્ષથી જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ, એકાઉન્ટન્ટ્સ અને સ્ટેનોગ્રાફર્સ સહિતના ઉત્કૃષ્ટ સિવિલિયન કર્મચારીઓને વાર્ષિક 10 કમેન્ડેશન રોલ એનાયત કરવામાં આવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular