Monday, July 27, 2026
HomeNationalરામ મંદિર ડોનેશન સ્કેમ પર SC નો નિર્દેશઃ CA ને SIT માં...

રામ મંદિર ડોનેશન સ્કેમ પર SC નો નિર્દેશઃ CA ને SIT માં શામેલ કરો, 2 અઠવાડિયામાં રિપોર્ટ આપો…

- Advertisement -

Ram Mandir Ayodhya Donation scam: રામ મંદિર ટ્રસ્ટ (Ram Mandir Trust) માં દાનની ચોરી મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી ચાલુ છે. સુપ્રીમ કોર્ટે UP સરકાર (Uttar Pradesh Government) ને SIT માં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (Chartered Accountant – CA) ને શામેલ કરવાનો નિર્દેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ માગી છે. કોર્ટમાં નિર્દેશ અપાયો છે કે ફોરેન્સિક ઓડિટર પણ SITમાં શામેલ થશે.

કોણ કોણ છે SIT માં

- Advertisement -

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી (Justice Joymalya Bagchi) અને જસ્ટિસ વી મોહના (Justice V. Mohana) ની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. ઉત્તર પ્રદેશ સરકારની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, વિશેષ તપાસ સમિતિ (SIT)નું પુનર્ગઠન કરી દેવાયું છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર 3 IPS ની SIT બનાવાઈ છે. લખનઉના રેંજ IG કિરણ એસ સાથે DIG રેંજ અયોધ્યા સોમેન વર્માને અયોધ્યા જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક એટલે કે એસએસપી ગૌરવ ગ્રોવરને શામેલ કરવામાં આવ્યા છે.

આ બાબતે વકીલનું કહેવું છે કે ભારે સંખ્યામાં લોકોએ ઘણું બધુ દાન કર્યું છે. જે પણ ટ્રસ્ટને આપ્યું છે તે વેબસાઈટ પર આપવામાં આવે. ત્યાં સરકાર તરફથી SG એ કહ્યું છે કે પેહાલ પુરી તપાસ થાય. સીજેઆઈએ કહ્યું કે અમે મામલાને બંધ નહીં કરી રહ્યા. તમામ દાનની જાણકારી SITને આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારું મુખ્ય ધ્યાન દાન ચોરીની તપાસ પર હોવું જોઈએ.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular