Terminal cancer father emotional message son viral video: મંત્ર જો… હું ક્યાંય બહાર ગામ જતો રહું, આખે આખો… તો, તોફાન કરતો નહીં. મમ્મી કહે તેમ કરવાનું, દીદીનું ધ્યાન રાખવાનું, અને પપ્પા ના આવે તો… તોફાન કરવાનું નહીં હોં… શાંતિથી રહેવાનું. તું ડાહ્યો થઈ જઈશને? રડવાનું નહીં હોં…. પ્રોમિસ… તું યાદ કરીશને ત્યારે હું તારી પાસે આવીશ. તું તારું ધ્યાન રાખજે હોં. આ એક એવા પિતાના શબ્દો છે જે હવે ટર્મિનલ કેન્સર સામે જીંદગીનો જંગ લડી રહ્યા છે. શક્ય છે કે તેઓ તેમાં જીતે પણ ખરા અને ના પણ…. છતા પોતાના મૃત્યુની સંભાવનાઓને ના અવગણી પોતાના નાનકડા દીકરા મંત્રને તેઓ સલાહ આપી રહ્યા છે જે આ વીડિયોમાં દેખાય છે.
સોશ્યલ મીડિયા પર ઘણા વીડિયો આપણે જોઈએ છીએ જે ક્ષણો આપણને કોઈને કોઈના જીવનની કહાની કહી જાય તેવી પણ હોય છે. હાલમાં એક વીડિયો જે ગુજરાતી પરિવારનો છે તે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કેન્સર પીડિત પિતા પોતાના નાનકડા પુત્રને પરિવાર પ્રત્યે તેમના ગયા પછી કેવી રીતે પ્રેમ ભાવના રાખવી કેવી કેવી જવાબદારીઓ નીભાવવાની છે તેની સલા આપી રહ્યા છે.
તે આ સલાહ આપી રહ્યા છે ત્યારે તેઓના શબ્દોમાં તેમની પીડા દેખાય છે. આપણે જીવનમાં હંમેશા બધું જ લેવું લેવું લેવું જ કરીએ પણ જ્યારે ખરું સુખ જે આપણું સ્વાસ્થ્ય છે તે છેલ્લી ક્ષણોમાં આપણને તેની કિંમત સમજાય છે. આ બાળકને તો કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આ શબ્દો જ્યારે પિતા કહી રહ્યા છે ત્યારે તેમના માટે આ બોલવું જેટલું અઘરું છે તેટલું તેના માટે તે બાબતને સમજવું પણ જરુરી છે.
આ વીડિયો શિખવી જાય છે આપણી જીંદગીની કદર કરીએ, આપણા સ્વજનો જે આપણી સાથે છે, આપણા મિત્રો, આપણને જાણનારાઓ જે તમામને એક દિવસ છોડીને જવાનું છે, મૃત્યુ જ અંતિમ સત્ય છે ત્યારે ઈશ્વરે આપેલી આ જીંદગીને પ્રેમ સાથે જીવીએ, ઈર્શ્યા, વગ, પૈસો, બધું તો અહીં જ રહેવાનું, ક્યાં છે તમારો અહમ જ્યારે તમે અહીં નથી, ક્યાં છે તમારો પૈસો જ્યારે તમે અહીં નથી, ક્યાં છે એ બધી જાહો જલાલી, પાવર, પોઝિશન, વર્દી જો તમે અહીં નથી તો તે બધું જ વ્યર્થ છે. ઈશ્વર, અલ્લાહ, ગોડ કાંઈ પણ કહો પણ તેની પાસે જ્યારે જઈએ ત્યારે સંપૂર્ણ રીતે પ્રેમથી ભરેલા હોવામાં વાંધો શું?








