Wednesday, February 18, 2026
HomeGeneralઅરવલ્લી: ધૂમ સ્ટાઈલમાં બુટલેગરો અને પાયલોટિંગ કરતી કાર નીકળી, સ્ટેટ મોનીટરીંગ સેલ...

અરવલ્લી: ધૂમ સ્ટાઈલમાં બુટલેગરો અને પાયલોટિંગ કરતી કાર નીકળી, સ્ટેટ મોનીટરીંગ સેલ આવી રીતે ઝડપ્યા

- Advertisement -

જય અમીન(નવજીવન ન્યૂઝ. અરવલ્લી) અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી નાના મોટા વાહનો મારફતે બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ ઠાલવી રહ્યા છે. મહીસાગર જીલ્લાની રાજસ્થાનને અડીને આવેલ સરહદો પર પોલીસનો રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકીંગને પગલે બુટલેગરોએ અરવલ્લી જીલ્લાના માર્ગે દારૂ ઘુસાડાવાનું શરૂ કર્યું છે. સ્ટેટ મોનેટરિંગ સેલે માલપુરના જીતપુર નજીક હાઈ સ્પીડ બાઈકો પર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી માલપુર સહીત એલસીબી પોલીસની ઉંઘ ઉડાડી દીધી છે.

અરવલ્લી જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલે પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કર્યા છે. રાજસ્થાનના ઠેકા પરથી હાઈ સ્પીડ બાઈકો પર
કંતાનના કોથળામાં વિદેશી દારૂ ભરી બ્રેજા કારના પાયલોટિંગ સાથે કાલીયાકુવા બોર્ડરથી માલપુરના જીતપુરથી સાઠંબા થઇ મહીસાગર જીલ્લાના વીરપુર લઇ જતા હોવાની બાતમી મળતા SMC ને મળી હતી. જેથી જીતપુર નજીક પડાવ નાખી ખાનગી વાહનની આડાશ કરી ઉભી SMC ની ટીમ ઊભી હતી. ત્યારે પાયલોટિંગ કરતી બ્રેઝા કાર હાઈસ્પીડમાં નીકળી ગઈ હતી. SMCએ ત્રણ બાઈકોને અટકાવવામાં સફળ રહી હતી અન્ય બાઈક દૂરથી જોઈ જતા અન્ય માર્ગેથી રફુચક્કર થઇ ગઈ હતી.

- Advertisement -

સ્ટેટ મોનેટરીંગ સેલે ત્રણ બાઈકમાંથી રૂ. 2.12 લાખનો વિદેશી દારૂ,ત્રણ બાઈક અને મોબાઈલ મળી કુલ.રૂ.4.92નો મુદ્દામાલ જપ્ત કરી મહીસાગરના 1)દિનેશ અરજણ બારીયા, 2)હિમ્મત વજા પગી, 3)હેમંત કાંતિ કોટવાળને દબોચી લીધા હતા. અન્ય બાઈક પર દારૂની ખેપ મારનાર અને બ્રેઝા કારમાં પાયલોટિંગ કરનાર 1)ગોપાલ ઠાકોર, 2)વિજય ખુમા પગી, 3) યશપાલ ઉર્ફે કટીયો પગી, 4)મયુર તરાલ (રહે. મહીસાગર) તેમજ રાહુલ ડામોર (બચકા, મેઘરજ) અને રાજસ્થાનના બુટલેગર જગપાલ ઉર્ફે જેની ચુડાવત સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular