Saturday, October 12, 2024
HomeSeriesDeewal Seriesઅમદાવાદના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટથી લઈને સાબરમતી જેલના સુરંગકાંડ સુધીની પ્રશાંત દયાળ લિખિત...

અમદાવાદના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટથી લઈને સાબરમતી જેલના સુરંગકાંડ સુધીની પ્રશાંત દયાળ લિખિત વાર્તા ‘દીવાલ’ નવલકથા સ્વરૂપે ટૂંક સમયમાં આવી રહી છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઇન્ડિયન મુજાહિદ્દી દ્વારા 2008માં અમદાવાદ અને સુરતમાં બોમ્બ બ્લાસ્ટનું કાવતરું બાનવવામાં આવ્યું હતું. સદ્‌નસીબે સુરતમાં ધડાકા થયા નહીં, પણ અમદાવાદમાં 21 સ્થળે બોમ્બ વિસ્ફોટ થયા હતા. ભારતના વિવિધ શહેરોમાં 2005થી ઇન્ડિયન મુજાહિદ્દીન બોમ્બ બ્લાસ્ટ કરી નિર્દોષોના જીવ લઈ રહ્યું હતું અને પોલીસને હાથતાળી આપી રહ્યું હતું. પોલીસની અને ખાસ કરી ગુજરાત પોલીસની કાબિલેદાદ કામગીરી, તેમની નવ મહિનાની મહેનતને કારણે ભારતભરમાંથી 80 કરતાં વધુ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.



અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા આ કેદીઓએ 2013માં જેલની અંદરથી સુરંગ ખોદીને ભાગી જવાની યોજના બનાવી હતી, જે પાર પડી નહીં. આ ઘટનાના આધારે આ પુસ્તકની રચના કથા સ્વરૂપે કરવામાં આવી છે. બોમ્બધડાકાની ઘટના, ત્યાર બાદ થયેલી પોલીસ તપાસ અને કોર્ટ કાર્યવાહીનો હું પત્રકાર તરીકે સતત સાક્ષી રહ્યો છુ, આખી ઘટના તેના મૂળ સ્વરૂપે રજૂ કરવામાં ઘણી મર્યાદાઓ નડે, તેના કારણે આ પુસ્તકમાં રજૂ થયેલી વાત સત્યઘટના આધારિત કલ્પનાકથા છે. બધાં પાત્રોનાં નામ કાલ્પનિક છે.

ગુજરાતી ભાષામાં આ પ્રકારના વિષય સાથેની કથાઓ બહુ ઓછી લખાઈ છે. કથામાં પોલીસ અધિકારી હોય કે આરોપી, મારી જદ્દોજહદ તેમનામાં રહેલા માણસ સુધી પહોંચવાની અને તે પ્રક્રિયાને વાચકો સુધી પહોંચાડવાની રહી છે.

- Advertisement -

ટૂંક સમયમાં આવી રહી છે

અમદાવાદ બોમ્બધડાકાના આરોપીઓએ કરેલા સાબરમતી જેલ સુરંગકાંડ પર આધારિત પ્રશાંત દયાળની નવલકથા દીવાલ કિંમતઃ રૂ.300 (પોસ્ટેજ સહિત)

પ્રકાશન પહેલાં પુસ્તક ઓર્ડર કરનાર માટે કિંમત રૂ.250 (પોસ્ટેજ સહિત)

- Advertisement -

પુસ્તક ઓર્ડર કરવા માટે સંપર્કઃ
સાર્થક પ્રકાશન,
કાર્તિક શાહ, 98252 90796



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular