Thursday, August 6, 2026
HomeGeneralવડોદરામાં રમતા બાળક પર ડોક્ટરની કાર ફરી વળી, માથામાં ગંભીર ઈજાથી મોત;...

વડોદરામાં રમતા બાળક પર ડોક્ટરની કાર ફરી વળી, માથામાં ગંભીર ઈજાથી મોત; ડો. ગુડિયા સામે ફરિયાદ નોંધાઈ

- Advertisement -

Accident case Jamnabai General Hospital Dr. Gudiya Pramod Kumar Sinha: વડોદરા (Vadodara)ના માડવી (Madvi) નજીક આવેલી જમનાબાઈ જનરલ હોસ્પિટલ (Jamnabai General Hospital)માં એક દુઃખદ અકસ્માતમાં રમી રહેલા બાળકનું મોત થયું છે. હોસ્પિટલ (Hospital)માં ફરજ પર આવી રહેલા ડોક્ટરની કાર (Car) નીચે બાળક આવી જતાં તેના માથાના ભાગે ગંભીર ઈજા (Head Injury) પહોંચી હતી. સારવાર પહેલાં જ બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ડોક્ટર (Doctor) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

મૃતક બાળકની ઓળખ નિવેદ નરેશ અંગારી (Nived Naresh Angari) તરીકે થઈ છે. તે સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પોશીના (Poshina) તાલુકાના પીપલિયા (Pipaliya) ગામનો રહેવાસી હતો. ઘટનાના બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે સયાજી હોસ્પિટલ (SSG Hospital) ખાતે ખસેડવામાં આવ્યો છે. બાળકના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ છે અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવા તૈયાર નથી.

- Advertisement -

જમનાબાઈ જનરલ હોસ્પિટલ (Jamnabai General Hospital)ના આરએમઓ (RMO) ડૉ. નીરજ પરીખ (Dr. Neeraj Parikh)એ જણાવ્યું હતું કે સવારે હોસ્પિટલ (Hospital) ખાતે ફરજ પર આવી રહેલા મેડિકલ ઓફિસર (Medical Officer) ડો. ગુડિયા પ્રમોદ કુમાર સિન્હા (Dr. Gudiya Pramod Kumar Sinha)ની કાર નીચે બહાર રમી રહેલું નાનું બાળક આવી ગયું હતું. અકસ્માતમાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા (Head Injury) પહોંચી હતી.

ઘટના બન્યા બાદ ડો. ગુડિયા પ્રમોદ કુમાર સિન્હા (Dr. Gudiya Pramod Kumar Sinha)એ પોતાની કારમાં જ બાળકને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ (SSG Hospital) ખાતે ખસેડ્યો હતો. જોકે બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

હાલ સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે અકસ્માતની તપાસ કરવામાં આવશે. ડ્રાઇવિંગ (Driving) દરમિયાન ડોક્ટર (Doctor)ની કોઈ ભૂલ અથવા બેદરકારી હતી કે નહીં તે અંગે તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular