Wednesday, February 18, 2026
HomeGeneralઅરવલ્લી: ડેટાના આધારે 1.80 કરોડ સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરનાર બે ને...

અરવલ્લી: ડેટાના આધારે 1.80 કરોડ સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરનાર બે ને દબોચ્યા

- Advertisement -

જય અમીન(નવજીવન ન્યૂઝ. અરવલ્લી) : આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન બેન્કિંગ નો ઉપયોગ વધી રહ્યો હોવાની સાથે સાયબર ક્રાઇમના ગુન્હામાં નોંધપત્ર વધારો થયો છે. અરવલ્લી જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ ખાતા ધારકોને કમિશનની લાલચ આપી સાયબર ફ્રોડના રૂપિયા મ્યુલ ખાતાઓમાં જમા કરાવતી ગેંગના અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા બે સાયબર ગઠીયાઓને દબોચી લઇ ફ્રોડમાં ઉપયોગમાં લીધેલ નાણાં અને સામગ્રી મળી 24.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં 1.80 કરોડથી વધુના રૂપિયા અત્યાર સુધી મ્યુલ ખાતાઓમાં જમા કરાવી કરી ગયા છે. પોલીસે બંનેને કોર્ટમાં રજુ કરી 7 દિવસના રિમાન્ડ મેળવતા સાયબર ફ્રોડનો આંકડો વધી શકે છે.

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોને રૂપિયા પરત અપાવવાની સાથે થોડા કમિશનની લાલચ આપી મ્યુલ ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવનાર વધુ એક રાજસ્થાનના સાંચોરની ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જીલ્લા માં મ્યુલ એકાઉન્ટમાં શંકાસ્પદ અને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર થયેલ રૂપિયાનાની સઘન ચેકીંગ હાથધર્યું છે. જેમાં ભિલોડાના રીંટોડા ગામના ગિરીશ ખરાડીના એકાઉન્ટમાં બે હજારની રકમ કર્ણાટકની એસબીઆઈમાં ટ્રાન્સફર થયાનું જણાવતા ખાતા ધારકની પૂછપરછ કરતા તેના કાકા કમલેશ ખરાડીએ તેના ગુગલ પેમાં પૈસા જમા ન થતા હોવાનું જણાવી ક્યુઆર કોડ મંગાવી તેમાં રૂપિયા જમા કરાવ્યા પછી બે હજાર પરત મંગાવી લીધા હતા.

- Advertisement -

અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસે કમલેશ ખરાડીની સઘન પૂછપરછ કરતા સુભાષ જૈનને એકાઉન્ટ આપ્યું હોવાનું બહાર આવતા પોલીસે
અમદાવાદના સિંગરવા નજીકટી સ્ટોલ પર સુભાષ જૈનની તપાસ હાથધરી ફોટો બતાવતા તે ફોટો દિનેશ હરિરામ માળી હોવાનું અને અન્ય એક ફોટો ભીખારામ હરિરામ માળી હોવાની માહિતી મળી હતી. બાતમીદારો સક્રિય કરતા બંને અમદાવાદ નિકોલની મહેશ નગર સોસાયટીમાં રહેતા હોવાની બાતમી મળી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ નિકોલના મહેશ નગરના માં સુભાષ જૈનના બંધ મકાનનું તાળું તોડતા પોલીસ ચોકી ઉઠી હતી. ઘરમાંથી રૂપિયા ગણવાનું મશીન,ચાંદીના બિસ્કિટ,રોકડ રકમ, અલગ અલગ એટીએમ, પાસબુક,સીમકાર્ડ, ઇન્ટરનેટ કનેક્શન કોમ્યુટર સાધન સામગ્રી અને 31 મોબાઈલ મળી રૂ.24.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સુભાષ જૈન ઉર્ફે દિનેશ હરિરામ માળી અને મહેન્દ્ર મલ્લારામ માળી (મૂળ રહે,સાંચોર-રાજસ્થાન)ને દબોચી લઇ કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા સાયબર ક્રાઇમ ગેંગના ફરાર ગઠીયા ભિખારામ માળીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular