Wednesday, February 18, 2026
HomeGeneralઅરવલ્લીમાં પશુના ખોરાક માટે ઝાડ પર ચઢેલા યુવકને આવી રીતે મળ્યું મોત

અરવલ્લીમાં પશુના ખોરાક માટે ઝાડ પર ચઢેલા યુવકને આવી રીતે મળ્યું મોત

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી) મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર શબ-એ-બારાત રાતને મહત્વની રાત તરીકે ઓળખવામાં આવે છે. આ રાત્રીએ ઈબાદત કરવાથી તે પૂર્ણ થાય છે. તહેવારની રાત પહેલા મેઘરજના બેડજ ગામની સીમમાં પશુધન માટે પાલો પાડવા ગયેલા ગરીબ મુસ્લિમ પરિવારના બે આશાસ્પદ યુવાનોને વીજ કરંટ લાગતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અન્ય યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. વીજ કરંટથી યુવકનું મોત નીપજતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મેઘરજ પોલીસ અને વીજતંત્ર ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મેઘરજ નજીક આવેલ બેડજ ગામની સીમમાં ઉંમરભાઈ મીર અને ઈબ્રાહીમ બાબુ મીર નામના કાકા બાપાના બે આશસ્પદ યુવાનો પશુઓ માટે પાલો લેવા માટે ગામની સીમમાં પહોંચ્યા હતા. પાલો પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતું લોખંડનું ધારિયું ઝાડ નજીકથી પસાર થતા વીજ તારને અડતા ઉંમર મીર ઉર્ફે ભાવેશ નામના યુવકને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તે નીચે પટકાયો હતો અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કાકાએ દીકરાને બચાવવા જતા ઈબ્રાહીમ બાબુ મીરને પણ કરંટ લાગતા ઈજાગ્રસ્ત થયો હતો. વીજ કરંટની ઘટનામાં યુવકનું મોત નીપજતા પરિવારજનોએ ભારે આક્રનંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.

બેડજ ગામની સીમમાં વીજ કરંટથી યુવકનું મોત નીપજતા મેઘરજ પોલીસ અને વીજતંત્રના કર્મચારીઓ સ્થળ પર દોડી પહોંચ્યા હતા. મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ગરીબ પરિવારના મુસ્લિમ યુવકની અણધારી વિદાયના પગલે આભ તૂટી પડ્યું હતું. પરિવારજનો અને અન્ય લોકોએ સરકાર રાહત ફંડમાંથી રાહત ચુકવેની માંગ કરી હતી.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular