Sunday, September 6, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ SP રિંગ રોડ પર આવેલા મોલમાંથી લોકગાયિકા કિંજલ રબારીનું થયું અપહરણ,...

અમદાવાદ SP રિંગ રોડ પર આવેલા મોલમાંથી લોકગાયિકા કિંજલ રબારીનું થયું અપહરણ, અપહરણકારો સુધી પહોંચવા પોલીસે શરૂ કરી દોડધામ

- Advertisement -

Famous singer Kinjal Rabari kidnapped from Ahmedabad : અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરવાને લઈને વિવાદમાં આવેલા લોકગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ તેમજ ઝંડાલ સર્કલ નજીક આવેલા સીબીડી મોલ (The CBD Mall Ahmedabad) માં પતિ સાથે ફિલ્મ જોવા ગયેલા કિંજલ રબારીનું કેટલાંક શખસોએ કારમાં અપહરણ કર્યું છે. આ મામલે કિંજલ રબારીના પતિએ ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station) ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

ઉત્તર ગુજરાતના રહેવાસી અને જાણીતા લોકગાયિકા કિંજલ રબારીનું આજે રવિવારે બપોરે અમદાવાદમાંથી કેટલાંક શખસોએ અપહરણ કર્યું છે. કિંજલ રબારી અને તેમના પતિ ફિલ્મ જોવા માટે એસપી રિંગ રોડ પરના સીબીડી મોલમાં આવ્યા હતા. આ સમયે મૂવી થિયેટરમાં ઘૂસી ગયેલા શખસો કિંજલ અને તેના પતિને બહાર લઈ આવ્યા હતા અને કિંજલ રબારીને એક કારમાં ઉપાડી ગયા હતા. આ ઘટનાની જાણકારી અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ના કંટ્રોલ રૂમને મળતા ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એચ. મકવાણા (J H Makwana PI) તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

- Advertisement -

અપહરણની જાણકારી બાદ દોડી આવેલા પોલીસ અધિકારીઓએ મોલની સીસીટીવી કેમેરા તપાસતા કારનો નંબર હાથ લાગ્યો છે. જે કારમાં અપહરણ કરાયું છે તે કાર એસ.જી. હાઇવે તરફ ગઈ હોવાની જાણકારી મળતા અમદાવાદ જિલ્લા તેમજ ગાંધીનગર જિલ્લા પોલીસ (Gandhinagar Police) ને નાકાબંધી કરી કાર રોકવા જાણ કરી છે. અપહ્યુતની ભાળ મેળવવા અમદાવાદ શહેર સહિતની પોલીસ દોડતી થઈ ગઈ છે. બીજી તરફ કિંજલ રબારીના અપહરણ મામલે તેમના પતિ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી રહ્યાં છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular