New record of advance booking in GSRTC mobile app : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ડિજિટલ સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશનને રાજ્યના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ 88,626 મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરતા નવો રેકોર્ડ સ્થપાયો છે. અત્રે નોંધનીય છે કે, રક્ષાબંધનના તહેવાર પર રાજ્યમાં સેંકડો નાગરિકો એક શહેર કે ગામથી બીજા શહેર કે ગામનો પ્રવાસ કરતા હોય છે અને આ તેની અસર (Effect of Raksha Bandhan festival) છે.
ગઈકાલે તા. ૨6 ઓગસ્ટ 2026ના રોજ GSRTC મોબાઇલ એપ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન કુલ 88,626 મુસાફરોએ પોતાની મુસાફરી માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી છે. નિગમના ઇતિહાસમાં મોબાઇલ એપ્લિકેશન થકી એક જ દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ બુકિંગ છે.
આ ઐતિહાસિક આંકડા સાથે અગાઉ નોંધાયેલા રેકોર્ડ ની વાત કરીએ તો તા. 4 નવેમ્બર 2024ના 85,247 ટિકિટ બુકિંગ અને તા. 25 ઓક્ટોબર 2025 એ 85,205 ટિકિટ બુકિંગ નોંધાયા હતા.
મુસાફરોને એસ.ટી. બસ સ્ટેન્ડ (ST Bus Stand) પર લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે તે હેતુથી ‘GSRTC Ticket Booking’ અને બસના ચોક્કસ સમય-લોકેશનની માહિતી માટે ‘GSRTC Track Live’ જેવી આધુનિક મોબાઇલ એપ્સ ગુજરાત સરકારે (Gujarat Government) ઉપલબ્ધ કરાવી છે. જેનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.








