Monday, September 9, 2024
HomeSeriesDeewal Seriesજેલર પંડ્યા બેરેકમા આવ્યા તેમણે જોયુ અહિયા આઠ કેદી છે પણ અત્યારે...

જેલર પંડ્યા બેરેકમા આવ્યા તેમણે જોયુ અહિયા આઠ કેદી છે પણ અત્યારે છ જ છે બાકીના બે ક્યા છે

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-65 દીવાલ ): જેલર કૌશીક પંડયાને Jailer Kaushik Pandya મહંમદ ઉપર ખુબો ગુસ્સો હતો, પણ હવે રીટાયર Retired થવાને થોડા વર્ષો બાકી છે ત્યારે કયાં બબાલ ઊભી કરી કરવી તેવું માની તે પોતાની જાતને શાંત કરી દેતા હતા. મહંમદ Muhammad અને તેના સાથીઓને આ અલગ બેરેકમાં Barrack મુકવાના આઈજીપીના IGP આદેશ પછી તેઓ ક્યારેય બેરેક ચેક કરવા આવ્યા ન્હોતા, પણ આજે અચાનક રાઉન્ડ લેવા આવ્યા માટે વોર્ડમાં Ward આવી ગયા હતા. તેમને આ કેદીઓની Prisoner બેરેકમાં જવાની જરા પણ ઈચ્છા ન્હોતી, પણ તેમના ધ્યાનમાં આવ્યુ કે વોર્ડમાં તેમની સામે છ કેદીઓ જ ઊભા હતા, જ્યારે આ વોર્ડમાં કેદીઓની સંખ્યા આઠ છે, તેમણે ત્યાં હાજર બધાના ચહેરા જોયા અને મનમાં તેમની સંખ્યા પણ ગણી, તેમણે મહંમદ Muhammad સામે જોતા પુછ્યું તમે છ જ કેમ છો, બીજા બે કયાં છે તેમ કહી તેમણે આજુબાજુ નજર ફેરવી, આવો કોઈ પ્રશ્ન આવશે તેવી મહંમદ અને તેના સાથીઓને કોઈ કલ્પના ન્હોતી. મહંમદ Muhammad એકદમ ચમકી ગયો, તેને તરત તો કાંઈ સુજ્યું પણ નહીં કે પંડયાને Pandya શું જવાબ આપુ, પણ તરત ખ્યાલ આવ્યો કે તેનો ચહેરો કઈક ગરબડ છે તેની ચાડી ખાશે, એટલે તેણે તરત પોતાની ઉપર નિયંત્રણ મેળવતા કહ્યું સાહેબ અમારા ચાંદ Chand અને દાનીશ Danish ઉંઘણશી છે, કાયમ મોડા જ ઉઠે છે. ચાંદ ન્હાવા ગયો છે અને દાનીશ સંડાસ ગયો છે, સંડાસ શબ્દ સાંભળતા પંડયાના નાકનું ટેરવું ચઢ્યું, તેમણે સારૂ સારૂ કહી તેઓ ત્યાંથી પોતાના સ્ટાફ Staff સાથે નિકળ્યા. પંડયા Pandya દરવાજાની બહાર ગયા, ત્યારે મહંમદે પોતાની છાતી ઉપર હાથ મુકયો તો 120ની ઝડપે તેનું હ્રદય ધબકી રહ્યું હતું. યુનુસે Yunus જોયું કે પહેલી વખત મહંમદના ચહેરા ઉપર ડર દોડી આવ્યો હતો. તેણે મહંમદના ખભા ઉપર હાથ મુકી શાંત થવાનો ઈશારો કર્યો. મહંમદે Muhammad ઉંડા શ્વાસ લેવાની શરૂઆત કરી. મહંમદનું મન એક સાથે અનેક વિચારો કરી રહ્યું હતું, જો ખરેખર પંડયા Pandya બેરેકમાં આવ્યા હોત અને બાથરૂમ સંડાસ ચેક કરી દાનીશ અને ચાંદ ક્યાં છે તેની તપાસ કરી હોત તો… આવા અનેક વિચારોએ મહંમદને ડરાવી દીધો હતો, ક્યારેય આવું પણ બનશે તેણે તેવો વિચાર સુધ્ધા કર્યો ન્હોતો તેના કારણે તે ડરી ગયો હતો.

તેણે યુનુસને Yunus દરવાજા તરફ ધ્યાન રાખવાનો ઈશારો કર્યો અને તે બેરેકની Barrack પાછળ તરફ ગયો તેણે બેરેકની પાછળની તરફ થયેલા ખાડા પાસે ગયો, પહેલા આજુબાજુ નજર કરી અને પછી ઉભડક પગે બેસી તેણે ખાડાના મોંઢા પાસે મોંઢુ રાખી ધીમા અવાજે બુમ પાડી ચાંદ.. ચાંદ.. Chand થોડીવાર પછી માટીમાં ભુત થઈ ગયેલો ચાંદ ચાદરમાં માટી ભરી ખાડાના મોંઢા પાસે આવ્યો, તેના હાથમાં માટી ભરેલી ચાદર હતી, મહંમદે Muhammad પહેલા તેને હાથમાંથી ચાદર પકડી ઉપર તરફ ખેંચી અને માટી ભરેલી ચાદર ખાડાના મોંઢાથી થોડેક દુર ખાલી કરી, ચાંદે Chand જોયું તો મહંમદ ડરેલો હતો. તેણે પોતાના માટીવાળા હાથ ઝટકતા પુછ્યું મેજર શું થયું, તેણે ચાંદના હાથનું કાંડુ પકડી ધીમા અવાજે કહ્યું દાનીશને Danish બહાર બોલાવી લે જલદી, ચાંદ તેની સામે જોઈ રહ્યો કારણ તેને બહાર શું થયું છે તે સમજાયુ ન્હોતું, મહંમદે Muhammad તેને કહ્યું જલદી બોલાવ. ચાંદ ખાડા પાસે ગયો અને જમીન પાસે આડો પડી તેણે અવાજને દબાવી બુમ પાડી, દાનીશ Danish બહાર આ જાઓ, દાનીશ હાથમાં ત્રિકમ સાથે બહાર આવ્યો, તેણે જોયુ તો મહંમદના ચહેરા ઉપર ડર હતો અને ચાંદના ચહેરા ઉપર આશ્ચર્ય હતું. તેનો ચહેરો પ્રશ્ન પુછી રહ્યો હતો કે શું થયું. મહંમદે Muhammad ખાડામાંથી બહાર આવવા માટે પગથીયા બનાવ્યા હોવા છતાં પહેલા દાનીશના Danish હાથમાંથી ત્રીકમ લીધો અને પછી તેને હાથ આપી બહાર ખેંચી કાઢતા કહ્યું જલદી બાથરૂમમાં જતા રહો ન્હાઈ ધોઈ બહાર નિકળજો. મહંમદને ઉતાવળ હતી, મહંમદે તેમને ટુકાણમાં વાત કરી કહ્યું જેલર Jailer આવ્યા હતા તેમણે મને પુછ્યું તમે બન્ને કયાં છો, મેં કહ્યું બાથરૂમ અને સંડાસમાં છો જલદી તમે અહીંયાથી બહાર નિકળો.

- Advertisement -

મહંમદે Muhammad તેમને ઉતાવળે બાથરૂમમાં Bathroom મોકલી દીધા, મહંમદના મનમાં ઉચાટ હતો, પકડાઈ ગયા હોત તો શું થાત તે વિચાર તેનો પીછો છોડતા ન્હોતા. તેને મનમાં લાગી રહ્યું હતું જેલર પંડયા Jailer Pandya હજી તેની વાત ઉપર ભરોસો કરતા નથી, તેના કારણે જ તેણે બન્નેને સુરંગમાંથી Tunnel બહાર બોલાવી લીધા હતા..મહંમદને ખબર હતી કે જો બધા એક સાથે સુરંગ Tunnel ખોદવાની કામગીરીમાં રોકાશે તો કોઈને પણ શંકા જશે, જેના કારણે બે બેની જોડીમાં જ કામ કરવાનું હતું, જ્યારે બે સાથીઓ ખોદવાનું અને માટી કાઢવાનું કામ કરતા હોય. ત્યારે બાકીના છ સાથીઓ બેરેકમાં Barrack પણ નહીં બેસવાનું પણ વોર્ડના Ward ખુલ્લા મેદાનમાં ઊભા રહેવાનું જેનાથી બહારથી પસાર થતાં કેદીઓ Prisoner અને જેલ સીપાઈને Jail Sepoy શંકા જાય નહીં, પણ મહંમદને અંદાજ ન્હોતો કે, ભેંસ જેવું શરીર ધરાવતા જેલર પંડયાની Jailer Pandya બુધ્ધી આટલી ચાલશે અને તેને ખબર પડી જશે કે બે સાથીઓ ઓછા કેમ છે. છેલ્લા કેટલાય દિવસોથી સુરંગ ખોદવાની Tunnel શરૂઆત થઈ ગઈ હતી, પણ આ અનુભવે શીખવાડી દીધુ હતું કે હવે આવી ઘટના ફરી થાય નહીં તે માટેનો ઉપાય Solution શોધી કાઢવાનો હતો.

સુરંગ Tunnel ખોદવા માટે ત્રિકમ તો હતો, પણ અંદરથી નિકળતી માટી બહાર લાવવા માટે કોઈ સાઘન ન્હોતુ, હવે જો તેના માટે તગારૂ Hod મંગાવીએ તો શંકા જવાનો ડર હતો, પણ મહંમદે Muhammad તેનો ઉપાય શોધી કાઢયો હતો, જેલ Jail દ્વારા ધાબળા ઉપર પાથરવા માટે આપવામાં આવતી ચાદરનું પોટલુ બનાવી તેમાંથી માટી બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો, જેમ જેમ દિવસો પસાર થતા હતા તેમ તેમ નવી નવી સમસ્યા સામે આવી રહી હતી. અત્યારે તો ચાદર અને ત્રિકમથી કામ શરૂ થયું હતું, જો કે સવારે બંદી ખુલે ત્યારે એકાદ બે કલાક અને સાંજે એકાદ બે કલાકનો જ ટાઈમ Time સુરંગ Tunnel ખોદવા માટે મળતો હતો, જેના કારણે રોજ બે અઢી ફુટ જેટલુ જ ખોદાતું હતું કારણ છ માણસો વોર્ડના Ward મેદાનમાં બેસી રહેતા અને બે જ માણસો કામ Work કરતા હતા, જેના કારણે ખોદવાની ઝડપ બહુ ઓછી હતી. મહંમદને Muhammad ઉતાવળ હતી, પણ તેની પાસે બીજો કોઈ રસ્તો પણ ન્હોતો. સુરંગ Tunnel ખોદવાની માટી ક્યાં નાખવી તે પણ એક સમસ્યા હતી કારણ એક દિવસ તાજી માટી જોઈ એક સીપાઈએ Sepoy પુછ્યું હતું કે માટી ક્યાંથી આવી, મહંમદે Muhammad તરત કહ્યું આ તો ગાર્ડન Garden બનાવવા માટે ખોદી હતી તેની માટી છે, પછી તો રોજ સવારે આગલા દિવસે નિકળેલી માટી ઠેલળ ગાડીમાં ભરી ઉપર સુકા પાદડાઓ ભરી ડમ્પીંગ સાઈટ Dumping site ઉપર નાખી આવતા હતા, ખાસ કરી સીપાઈઓને Sepoy એવું લાગી રહ્યું હતું કે આ બેરેકમાં Barrack કઈક ગરબડ ચાલી રહી છે, પણ હજી સુધી તેમને કયાં પ્રકારની ગરબડ ચાલી રહી છે તેની ખબર પડતી ન્હોતી અને તેઓ આ બેરેકના કેદીઓ Prisoner સાથે સીધા ઘર્ષણમાં ઉતરવા માગતા ન્હોતા. મહંમદને Muhammad તે દિવસે અંદાજ આવી ગયો હતો કે આજે જે બન્યું તે ગંભીર હતું પણ હવે વધુ મુશ્કેલીઓ આવશે તેના માટે તૈયાર રહેવાની જરૂર છે.

(ક્રમશ:)

- Advertisement -

PART – 64 | વોર્ડન પાવડો ત્રિકમ લઈ આવ્યો તેણે કહ્યુ સુબેદાર સાહેબે મોકલાવ્યું છે બધાની નજર મહંમદ તરફ ગઈ



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular