Sunday, October 13, 2024
HomeSeriesDeewal Seriesમહંમદ હસી પડ્યો તેને કેદીને પુછ્યુ રોટલીનુ બીજુ થઈ શકે છે

મહંમદ હસી પડ્યો તેને કેદીને પુછ્યુ રોટલીનુ બીજુ થઈ શકે છે

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-19 દીવાલ) : 2 દિવસે જેલ Prison ની સવારમાં એક ભારેપણુ હતું. જેલ Prison માં હત્યા થઈ હોવાને કારણે પોલીસની કડકાઈ વધારી દેવામાં આવી હતી. સવારનું જમવાનું પુરૂ થયા પછી જેલ Prison સિપાઈ મહંમદ Muhammad ની બેરેક Barracks ઉપર આવી ગયા. હવે આ ટોળી પોતાની સ્કૂલમાં ભણવા માટે જવાની હતી. ભણવામાં કોઈને સૌથી વધુ રસ હતો તો એ મહંમદ Muhammad ને હતો, તે ધ્યાન આપી ભણતો હતો, તે લેક્ચર લેવા આવતા મહિલા પ્રોફેસરને પ્રશ્ન પુછી ઘણી વખત મુંઝવી પણ નાખતો હતો. એક વખત પ્રોફેસરે મહંમદને હસતા હસતા પુછ્યુ કે મહંમદ Muhammad તમે અહિયા ભણવા આવો છે કે મારી પરિક્ષા લેવા આવો છે. મહંમદ Muhammad ત્યારે ઝંખવાણો પડી ગયો હતો, તેણે માફીના સ્વરમાં કહ્યુ ના ના તેવુ નથી, મારી જીજ્ઞાસાને કારણે હું પ્રશ્ન પુછી રહ્યો છુ. યુનુસ કૌશલ્ય કેન્દ્ર Skill Center માંથી આવતા અને પાછા જતી વખતે મહંમદ Muhammad તરફ જોયા કરતો હતો, તેને લાગી રહ્યુ હતું કે મહંમદ Muhammad આખી જેલ Prisonની રચના પોતાની મગજમાં ઉતારી રહ્યો હતો.



એક દિવસ તે પોતાના ખીસ્સામા રોટલી લઈ આવ્યો હતો, જેના કારણે જેલ Prison સીપાઈને તેની પેન્ટના ઉપસી આવેલા ખીસ્સામાં કંઈક છે તેવી શંકા ગઈ અને તેણે જ્યારે ખીસ્સા તપાસ્યા અને રોટલી નિકળી ત્યારે તેને આર્શ્ચય સાથે પુછ્યુ શુ કરો છો તમે રોટલીનું.. પ્રશ્ન સાંભળી મહંમદ Muhammad હસી પડ્યો હતો. તેણે સીપાઈને જવાબ આપતા સામો સવાલ કર્યો રોટલીનું બીજુ શુ થાય, કેમ તમે રોટલીનું શુ કરો છો.. તેને લાગ્યુ કે સીપાઈ નારાજ થઈ જશે, માટે વાતનો ફોડ પાડતા ઉંચા વૃક્ષ ઉપર બેઠેલા વાંદરા તરફ ઈશારો કરતા કહ્યુ સાહેબ આ વાંદરાઓ ભુખ્યા હોય છે. પછી પોતાના 2 કેરાલીયન સાથીઓ તરફ ઈશારો કરતા કહ્યુ આ અમારા મદ્રાસીઓ રોટલી ખાતા નથી એટલે હું રોટલીઓ વાંદરાઓને ખવડાવી દઉ છુ. મહંમદે Muhammad મદ્રાસી કહેતા અબુના ચહેરા ઉપર નારાજગી આવી હતી એટલે તરત યુસુફ Yusuf અબુના ખભા ઉપ હાથ મુકતા કહ્યુ અરે મહંમદભાઈ આ મલ્લુ છે, મદ્રાસી નહીં.

તે દિવસ જેલ Prison ની બહારથી પતંગ Kite કપાઈ બેરેકમાં આવી પડી હતી. મહંમદ Muhammad કપાઈને બેરેક Barracks માં આવી રહેલી પતંગને જોઈ રહ્યો હતો જેવી પતંગ બેરેકની જમીન ઉપર પડી તેની સાથે મહંમદ Muhammad ઉભો થયો અને પતંગ પાસે જઈ તેણે કિન્યામાંથી દોરી કાપી પતંગ સાથે આવેલી દોરીનો લચ્છો બનાવી પોતાના ખીસ્સામાં મુકી દીધો હતો. રાત્રે સુતી વખતે યુનુસે પુછ્યુ મેજર આજે બેરેક Barracks માં પતંગ કપાઈને આવી તમે જોઈ હતી. મહંમદે ત્રાસી નજરે યુનુસ Yunus સામે જોયુ અને તરત પોતાના માથા પાસે રહેલા બગલ થેલામાં હાથ નાખી દોરીનો લચ્છો બહાર કાઢતા પુછ્યુ તારે આ દોરી વિશે પુછવુ છેને..? યુનુસે Yunus હકારમાં માથુ હલાવ્યુ. મહંમદે Muhammad આજુબાજુ જોયુ અને યુનુસના કાન પાસે મોઢુ લાવી ધીમા અવાજે કહ્યુ જેલ Prisonમાં આપણને જે મળે તે બધુ જ કામ આવશે. બસ આપણે ધ્યાન તે વાતનું રાખવાનું છે કે આપણા કામની કઈ વસ્તુ ક્યા પડી છે અને તે આપણા પાસે કેવી રીતે આવશે.



જો કે ત્યારે યુનુસને સમજાયુ ન્હોતુ કે પતંગની દોરી કઈ રીતે કામમાં આવી શકે. તેણે મહંમદને કંઈ પુછ્યુ નહીં કારણ મહંમદ Muhammad તેને કંઈ કહેવાનો પણ ન્હોતો. ભણવાનું શરૂ કર્યુ તેની સાથે મહંમદમાં બીજો ફેરફાર પણ આવ્યો હતો, તે હવે પાંચ ટાઈમ નમાઝ અદા કરવા લાગ્યો હતો. જો કે જેલ Prisonમાં તે આઠ વર્ષથી હતો, તે રમઝાન મહિના સિવાય ક્યારેય નમાઝ પઢતો ન્હોતો. એક વખત તે નમાઝ પઢી રહ્યો હતો ત્યારે જ એક જેલ Prison સિપાઈ ત્યાં આવી પહોંચ્યો. નમાઝ પુરી થયા પછી તેણે મહંમદને કહ્યુ.. કેમ ભાઈ બહુ ધાર્મિક થઈ રહ્યા છો. સીપાઈએ જે રીતે મહંમદને પુછ્યુ તેની પ્રશ્ન પુછવાની સ્ટાઈલ અને પ્રશ્ન બંન્ને મહંમદને પસંદ પડ્યા ન્હોતા, તેણે પોતાનો સ્વર બદલતા કડકાઈમાં જ સામો પ્રશ્ન પુછ્યો કેમ સાહેબ અમે નમાઝ પઢીએ તેમાં પણ તમને વાંધો છે? સીપાઈ તરત વાત વાળી લેતા કહ્યુ અરે ના ભાઈ પહેલા તમે ક્યા નમાઝ પઢતા હતા? હવે નમાઝ પઢો છો એટલે પુછ્યુ, મહંમદે તેને કોઈ જવાબ આપ્યો નહીં. આ પહેલી વખતની ઘટના હતી કે જ્યારે મહંમદે જેલ Prison સીપાઈ સાથે થોડી કડકાઈ સાથે વાત કરી કરી હતી.

- Advertisement -

મહંમદ Muhammad ધીરે ધીરે બદલાઈ રહ્યો હતો, તેના સ્વભાવ ચીડીયો થઈ ગયો હતો તેને બેરેકમાં રહેલા બીજા કેદીઓ સાથે પણ બોલાચાલી થઈ જતી હતી. મહંમદના બદલાઈ રહેલા સ્વભાવનું બેરેકના બીજા કેદીઓને પણ આશ્ચર્ય થઈ રહ્યુ હતું. પહેલા તો કોઈ બે કેદીઓ વચ્ચે ઝઘડો થાય તો મહંમદ Muhammad ઉભો થઈ તેમને છુટા પાડતો હતો. હવે તો પોતે જ ઝઘડી પડતો હતો. બેરેકમાં સાંજે કેદીઓ વોલીબોલ રમતા હોય ત્યારે તે રેફરી થવાની પણ ના પાડતો હતો, તેણે પોતાને બધા કરતા અલગ કરી દેવાની શરૂઆત કરી હતી. જમવાનું આવે ત્યારે પહેલા તે લાઈનમાં ઉભો રહી જમવાનું લેતો હતો, પણ હવે તો લાઈન હોય તો પણ તે પોતાની થાળી લઈ સૌથી આગળ ઉભો રહી પોતાનું જમવાનું લઈ લેતો હતો. હવે ધીરે ધીરે મહંમદમાં થઈ રહેલા ફેરફારની નોંધ જેલ Prison અધિકારીઓ લેવા લાગ્યા હતા. એક દિવસ જ્યારે જેલ Prisonર કૌશીક પંડ્યા રાઉન્ડમાં આવ્યા ત્યારે પણ તેણે જેલ Prisonરે પુછેલા પ્રશ્નનો ઉત્તર ઉધ્ધતાઈથી આપ્યો હતો. પંડ્યાને પણ આશ્ચર્ય થયુ હતું કે મહંમદ Muhammad આવો કેમ થઈ ગયો છે? પણ કોઈને ખબર ન્હોતી કે મહંમદ Muhammad આ બધુ ઈરાદાપુર્વક કરી રહ્યો હતો.



હવે તેણે પોતાના સાથીઓ અને બેરેકમાં રહેલા બીજા કેદીઓને પણ પાંચ વખત નમાઝ પઢવાની ફરજ પાડવાની શરૂઆત કરી હતી. મહંમદ Muhammad કટ્ટરતા તરફ જઈ રહ્યો છે અને મહંમદ Muhammad જેલ Prisonમાં પોતાની ગેંગ ઉભી કરશે તેવી આશંકા જેલ Prison સુપ્રિટેન્ડન્ટ વસાવા સામે જેલ Prison અધિકારીઓ વ્યક્ત કરવા લાગ્યા હતા. જેના કારણે સુપ્રિટેન્ડન્ટ વસાવાએ મહંમદની પ્રવૃત્તી શંકાસ્પદ થઈ રહી છે,તેવો રિપોર્ટ વડી કચેરીને અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ આપ્યો હતો. મહંમદની બેરેકમાં હવે દર અઠવાડીયે ક્રાઈમ બ્રાન્ચ અને આઈજીપી ઓફિસનું ચેકીંગ શરૂ થઈ ગયુ હતું. મહંમદ Muhammad અને તેના સાથીઓ પાસે વાંધાજનક કોઈ સામાન ન્હોતો પણ તે જ્યારે પણ ચેકિંગ આવે ત્યારે પહેલા પોતાનો અને પોતાના સાથીઓનો સામાન ચેક કરાવવાને લઈ આનાકાની કરતો હતો. પહેલા તો એકાદ બે વખત યુસુફે પોલીસની હાજરીમાં કહ્યુ મેજર હમ ક્યા ચોર ઉચકે હૈ , હમારે સામાન મેં ક્યા હે ચેક કર લેને દો સાબકો, મહંમદ Muhammad આ સાંભળી ભડક્યો હતો. તેણે યુસુફને ધમકાવી નાખતા કહ્યુ સાલે ગુજરાતી પુલીસ સે ડરતે હો, મેં બોલા મેરા સામાન ચેક નહીં હોંગા તો નહીં હોંગા. પછી પોલીસ સામે ઈશારો કરતા કહ્યુ યે સાલે હમે ચેન સે જેલ Prisonમે રહેને ભી નહીં દેતે. યુનુસ સમજી ગયો હતો કે પોલીસની સંખ્યા વઘારે છે. જો મહંમદ Muhammad વધારે માથાકુટ કરશે તો મામલો બગડી જશે એટલે તેણે પોલીસની માફી માગતા કહ્યુ સાબ માફ કર દો મહંમદભાઈ કી તબીયત ઠીક નહીં હૈ, પણ મહંમદ Muhammad આવુ કેમ કરી રહ્યો હતો તેની ખબર કોઈને ન્હોતી.

(ક્રમશ:)

PART – 18 | અચાનક જેલ મા પોલિસની ચહલ પહલ વધી ગઇ કઈક ગરબડ થઈ હતી

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular