Sunday, July 13, 2025
HomeEducation News'એસે પઢેગા ગુજરાત તો કેસે બઢેગા..!' બે જિલ્લાની 54 શાળામાં માત્ર 1-1...

‘એસે પઢેગા ગુજરાત તો કેસે બઢેગા..!’ બે જિલ્લાની 54 શાળામાં માત્ર 1-1 જ શિક્ષક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Teacher Shortage in Schools: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) સમયે રાજ્યની શિક્ષણનીતી અને શાળાઓને (School) લઈને અનેક આક્ષેપ આમ આદમી પાર્ટી (AAP Gujarat) દ્વારા કરવામાં આવ્યા હતા. ચૂંટણી સમયે પણ આપ પાર્ટીએ શિક્ષણના મુદ્દાઓને (Education issues) ઉઠાવ્યા હતા. ત્યારે આજે વિધાનસભાના સત્રમાં પણ આપના ધારાસભ્યએ શિક્ષણનો મુદ્દો ઉઠાવતા અનેક ચોંકવાનારી વિગત સામે આવી છે. રાજ્યાના બે જિલ્લાઓની 54 શાળાઓ માત્ર એક શિક્ષકના (Teacher) આધારે ચાલી રહી છે.

જામજોધપુરના આપના ધારાસભ્યએ વિધાનસભામાં હેમંત આહિર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે, દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) અને જામનગરની (Jamnagar) એવી કેટલી સરકારી પ્રાથમીક શાળાઓ (Primary Schools) છે જેમાં માત્ર એક શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. આ સવાલનો લેખીતમાં શિક્ષણમંત્રીએ જવાબ આપ્યો હતો કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની 46 શાળાઓ, જામનગર જિલ્લાની 8 શાળાઓ, જામનગર તાલુકામાં 02 શાળા, ઘ્રોલમાં 01 શાળા, જોડીયામાં 02 શાળા, લાલપુરમાં 02 શાળા, કલ્યાણપુર તાલુકાની 16 શાળાઓ, ખંભાળિયા અને ભાણવડ તાલુકાની 12 -12 શાળાઓમાં હાલ માત્ર એક જ શિક્ષકના આધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે.

- Advertisement -

બીજીબાજુ દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં શિક્ષકોની ઘટ અંગેનો સવાલ પૂછવામાં આવતા શિક્ષણમંત્રીએ લેખીતમાં જવાબ આપ્યો હતો કે, અમદાવાદમાં ધોરણ 1 થી 5માં શિક્ષકોની 388 ઘટ છે. અમદાવાદ શહેરમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 965 ઘટ છે. ગાંધીનગરમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 133 ઘટ છે. ગાંધીનગર શહેરમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 34 ઘટ હોવાનું સરવારે લેખીતમાં સ્વીકાર્યું હતું.

TAG: Jamnagar , Devbhumi Dwarka, Shortage of teachers in School

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular