નવજીવન ન્યૂઝ. પાટણ: Patan UGVCL Video Viral: સમગ્ર ગુજરાતમાં વીજચોરીની અનેક ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. જે ચોરીની રકમ લાખોમાં હોય છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં તેનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ આવી ઘટનાઓ ન બને એ માટે તંત્ર તો એની શક્તિ અને મર્યાદા પ્રમાણે પગલાં લઈ જ રહ્યું છે. હવે જરૂર છે નાગરિકે પોતે જાગવાની. જો નાગરિક પોતે જ પોતાની નૈતિક ફરજ સમજીને વીજળીનું બિલ સમયસર ભરશે (pay electricity bill)અને વીજચોરી નહિ કરે તો જ આ દૂષણને ડામી શકાશે. નાગરિકોને એમની આ નૈતિક ફરજ સમજાવવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં પાટણ GEBના એક કર્મચારીનો (Patan GEB Employee) વિડીયો સોશિયલ મીડિયા (Video Viral) મારફતે સમગ્ર ગુજરાતમાં વાયરલ થયો છે.
આ વિડીયોમાં કર્મચારી ગુજરાતની સંગીતપ્રેમી જનતાને સંગીતના સ્વરૂપમાં જ લાઇટબિલ નિયમિત ભરવા અને વીજચોરી નહિ કરવાની અપીલ કરતા દેખાય છે. તેમના ગીતનાં શબ્દો કંઈક આવા છે. “રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટ બીલ ભરતો નથી! ” સાથે સાથે તેઓ નિયમો અને ભયસ્થાન પણ જણાવે છે કે, જો લાઇટબિલ સમયસર નહિ ભરો તો કનેક્શન કપાઈ પણ શકે છે અને તમારા ઘરમાં અંધારું પણ થઈ શકે છે. ભરઉનાળે પંખા વગર રહેવાનો વારો પણ આવી શકે છે. માટે સમય સર લાઇટ ભરજો.
આ વિડીયોને સોશિયલ મીડિયા પર તો સારા પ્રતિભાવ મળી રહ્યા છે. જેને આપણે લાઈક અને શેર કહીએ છીએ. પરંતુ એ જો પરિણામમાં પરિવર્તિત થાય અને આગામી લાઇટબિલની આવકમાં સરકારને જો નોંધપાત્ર વધારો થાય તો આ કર્મચારીની મહેનત ખરા અર્થમાં સાર્થક બને.
TAG: Patan News, Patan UGVCL Employee Video Viral, Rasiyo Rupalo Rang Reliyo
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








