નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી વિભાગમાં વર્ષોથી બેફામ ભ્રષ્ટાચાર (Corruption in GST Department) ચાલી રહ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Gujarat ACB) ની ટીમે નડિયાદની સેન્ટ્રલ જીએસટી ઑફિસમાં લાંચનું છટકું ગોઠવી કલાસ-2 કક્ષાના બે અધિકારીઓને 10 લાખની લાંચ લેતા રંગે હાથ પકડ્યા છે.
રાજ્યના એક ટ્રાન્સપોર્ટરની એક ગાડી સેન્ટ્રલ જીએસટી ટીમે (Central Goods and Services Tax) (Central GST Team) પકડી હતી. કબજે લેવાયેલી ગાડીમાં રહેલા સામાનના મામલે જીએસટીમાં ક્ષતિ કાઢી ઇન્સ્પેક્ટર સુબોધ સુભાષ ચૌહાણ અને સુપ્રિટેન્ડન્ટ અમરનાથ ગોવર્ધનરામ સરોજે અધધ 55 લાખ રૂપિયાની લાંચ માગી હતી. લાંચની રકમના પ્રથમ હપ્તા પેટે 10 લાખ રૂપિયા આપવાનું બંને લાંચિયા અધિકારીઓએ કહેતા ટ્રાન્સપોર્ટરે ACB Toll Free Number 1064 પર સંપર્ક કરી ફરિયાદ કરી હતી. આથી એસીબી ગાંધીનગરના પીઆઈ ડી.એ.ચૌધરી (PI D A Chaudhary) એ છટકું ગોઠવી બંને લાંચિયા બાબુઓને આજે રંગે હાથ પકડી પાડ્યા છે.








