Thursday, April 23, 2026
HomeGujaratઅરવલ્લીઃ લાકડા લઈ જવા હોય તો સાહેબને વહેવાર કરવો પડશે, ફોરેસ્ટર થયા...

અરવલ્લીઃ લાકડા લઈ જવા હોય તો સાહેબને વહેવાર કરવો પડશે, ફોરેસ્ટર થયા જેલ ભેગા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લીઃ Aravalli ACB Trap: રાજ્યમાં જંગલની માવજત અને સુરક્ષીત રાખવા માટે ફોરેસ્ટ અધિકારીની (Forest Officer) નિમણૂક કરવામાં આવતી હોય છે, પરંતું કેટલીક જગ્યાએ વાડ થઈ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાતો હોય છે. જેના પરિણામે જંગલનો નાશ પણ થતો હોય છે. ત્યારે આવો જ એક બનાવ અરવલ્લી જિલ્લાના મોડાસામાં (Modasa) સામે આવ્યો છે. જ્યાં વનપાલ (ફોરેસ્ટર) (Forester) વતી નિવૃત વનપાલ લાકડાની હેરાફેરી કરવા માટે લાંચ (Bribe) લેવા જતાં ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ફરીયાદી લાકડા ભરેલા ટ્રેકટર મારફતે ડેમોઇ અને કપડવંજ ખાતેની સો(Saw) મીલમાં લાકડાની હેરાફેરી કરતો હતો. અંદાજીત એકાદ મહિના પહેલા ફરીયાદીનું લાકડા ભરેલું ટ્રેકટર વનવિભાગના નિવૃત વનપાલ ગુણવંત બ્રહ્મભટ્ટએ રોક્યુ હતું. નિવૃત વનપાલે ટ્રેક્ટરને રોકીને કહ્યું હતું કે, લાકડાની હેરાફેરી કરવી હોય તો ફોરેસ્ટ ખાતાના સાહેબને એટલે કે વનપાલ ભગવાનસિંહ રહેવરને વહીવટ આપવો પડશે.

- Advertisement -

જો વહીવટ કરવામાં નહીં આવે તો ટ્રેકટર અને લાકડા જમા થઇ જશે. નિવૃત વનપાલે ફરીયાદી પાસેથી લાકડાની હેરાફેરી કરવા દેવા માટે વનપાલ ભગવાનસિંહ વતી એક વર્ષના રૂપિયા ૨૧,૦૦૦ની લાંચની માગણી કરી હતી અને આ લાંચના નાણા ત્રણ હપ્તામાં ચૂકવવા કહ્યું હતું. જેથી રૂપિયા ૭૦૦૦ના કુલ ત્રણ હપ્તામાં લાંચની રકમ લેવાની વાત કરી હતી. જોકે ફરીયાદીએ રકઝક કરતાં હપ્તાના ૫૦૦૦ રૂપિયા લાંચ આપવાનું જણાવ્યું હતું, પરંતું ફરીયાદી લાંચ આપવા માગતો ન હોવાથી સમગ્ર ઘટનાની જાણ એસીબીને કરીને ફરીયાદ આપી હતી. ફરીયાદના આધારે કપડવંજ મોડાસાના અદાણી સી.એન.જી પેટ્રોલપંપ પાસે ટ્રેપીંગ અધિકારી વી. આર. વસાવા દ્વારા લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન વનપાલ ભગવાનસિંહ વતી લાંચ લેવા આવેલા નિવૃત વનપાલ ગુણવંતસિંહ લાંચના પૈસા લેતા રંગહાથે ઝડપાઈ ગયા હતા. એસીબીએ નિવૃત વનપાલને ડીટેઈન કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular