Sunday, April 19, 2026
HomeGujaratVadodaraવડોદરાઃ ડોર ટુ ડોર કચરાની ગાડીએ 4 વર્ષની બાળકીને કચડી નાખતા મોત

વડોદરાઃ ડોર ટુ ડોર કચરાની ગાડીએ 4 વર્ષની બાળકીને કચડી નાખતા મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં ઘરે-ઘરે કચરો લેવા આવતી ડોર ડુ ડોર ગાડીના કારણે અકસ્માતના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે વઘુ એક અકસ્માતનો (Road Accident) બનાવ વડોદરામાંથી (Vadodara) સામે આવ્યો છે. વડોદરામાં ઘર આંગણે રમી રહેલી 4 વર્ષની બાળકી પર કચરાની ગાડીનું (garbage van) ટાયર ફરી વળ્યું હતું. કારેલીબાગ વિસ્તારમાં જ્યારે કચરાની ગાડી કચરો લેવા માટે આવી હતી. ત્યારે ગાડીને રિવર્સ લેતી વખતે બાળકી પર કચરાની ગાડી બાળકી પર ફરી વળી હતી. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ટુંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. બાળકીના મૃત્યુ બાદ પરિવાર અને સામાજીક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોર ટુ ડોર કચરાની ગાડીનો આ પ્રથમ અકસ્માત નથી, અગાઉ પણ ગુજરાતમાં બેફામ ચાલતી ડોર ટુ ડોર કચરાની ગાડીએ અનેક નિર્દોષ લોકોનો જીવ લીધો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર-2 પાસે ગઈકાલે ડોર ટુ ડોર કચરાની ગાડી કચરો લેવા માટે આવી હતી, તે દરમિયાન ગાડીને રિવર્સમાં લાવતી વખતે ઘર આંગણે રમી રહેલી 4 વર્ષની નેન્સી દેવીરાજને કચડી નાખી હતી. સોસાયટીમાં કચરો લેવા આવલી ગાડીના ચાલકે તકેદારી ન રાખીને બેફામ રીતે રિવર્સ કરતી વખતે બાળકી કચડાઈ ગઈ હતી. આ બનાવ બાદ ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

- Advertisement -

સ્થાનિક લોકો દ્વારા સમગ્ર બાબતને લઈને પોલીસને જાણ કરવામાં આવતા કારેલીબાગ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે વડોદરાની એસ. એસ. જી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે તેનો હાથ કાપવાની વાત કરતાં બાળકીને વધુ સારાવર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં આજે સવારે તેની સર્જરી કર્યા બાદ મૃત્યુ થયું હતું. બાળકીનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું હતું. બાળકીના મૃત્યુ બાદ પરિવારે જણાવ્યું હતું કે, અમારી માગ છે કે કચરાની ગાડીના ચાલકની ધરપકડ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ઘરે ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીને સોસાયટીના આંગણેથી ઊભા રહીને કચરાનું કલેક્શન કરવાનું હોય છે, પરંતું કેટલીક જગ્યાએ સોસાયટીઓના રહીશો દ્વારા ઘરેથી ઘરેથી કચરો ઊપાડવાની માગણી કરવામાં આવતા નાની નાની શેરીઓમાં પણ કચરાની ગાડીઓ જતી હોય છે. જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે અને નિર્દોષ લોકોને જીવ ગુમાવો પડતો હોય છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular