Sunday, October 25, 2026
HomeGujaratઅંકલેશ્વરની પાનોલી GIDCમાં મોડીરાત્રે ફાર્મા કંપનીનીમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

અંકલેશ્વરની પાનોલી GIDCમાં મોડીરાત્રે ફાર્મા કંપનીનીમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

- Advertisement -

નવજીનવ ન્યૂઝ. અંકલેશ્વર: ગુજરાતનાં સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ભરુચ જિલ્લાની અંકલેશ્વર GIDCનો સમાંવેશ થાય છે. અંકલેશ્વર (Ankleshwar) GIDCમાં અનેક મોટી કંપનીઓ અને ઔદ્યોગિક એકમો આવેલા છે, જેના કારણે ઘણી વાર આગ લાગવાની (fire broke out) ઘટના પણ બનતી હોય છે. આવી જ એક કંપનીમાં ગઇકાલે મોડીરાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. હાલ ફાયર વિભાગ દ્વારા આ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને ઘટનામાં કોઈ જાનહાનિ સામે આવી નથી.

પ્રાપ્ત માહીતી અનુસાર, ગઇકાલે રાત્રે અંકલેશ્વરની પાનોલી GIDcમાં આવેલી રીતુ ફાર્મા નામની કંપનીમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે ભીષણ આગ લાગી હતી. આગ લગતા જ કંપનીમાં હાજર કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને તેઓ કંપનીની બહાર દોડી આવ્યા હતા. કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના કારણે ગુમદના ગોટા જોતાં મળી રહ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરબ્રિગેડની 10 જેટલી ટિમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

- Advertisement -

ફાયર વિભાગની ટીમે આવ્યા બાદ ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ GPCBના અધિકારીઓએ એનને ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિતના અધિકારીઓએ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વ્હીભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિ સામે આવી નથી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular