નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ગુજરાતમાં અવાર-નવાર કોસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવતી હોય છે. જેને લઈ પોલીસ વિવાદમાં સંપાડાતી હોય છે. દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણતા ગુજરાતમાં (Gujarat) કોસ્ટોડિયલ ડેથ મામલે (custodial death case) પણ જબરદસ્ત ગ્રોથ થયો છે. જેમાં ગુજરાત સર્વોચ્ચ પદે બિરાજમાન છે. રાજ્યસભાના (Rajya Sabha) ફલોર પર ગુજરાતમાં કોસ્ટિડિયલ ડેથનો ચોંકાવનારો રિપોર્ટ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (National Human Rights Commission of India) દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં સુરતના સરોલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કસ્ડીમાં રહેલા આરોપીની શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરિવાર દ્વારા સારોલી પોલીસ પર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, પોલીસના મારથી યુવકનું મૃત્યુ થયું છે. ત્યારે બીજી તરફ પોલીસે યુવકને ખેંચ આવી હોવાના કારણોસર મૃત્યુ થયું હોવાની વાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત પોલીસને ભારે બદનામી સહેવી પડી રહી છે. ત્યારે રાજ્યસભાના રિપોર્ટે ગુજરાત પોલીસની પોલ ઉઘાડી પાડી છે. જેમાં કસ્ટોડિયલ ડેથ મામલે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. છેલ્લા પાંચ વર્ષમાં અત્યાર સુધી 80થી વધુ કસ્ટોડિયલ ડેથના મામલાઓ સામે આવ્યા છે, જે સમગ્ર દેશમાં મોખરે છે. વર્ષ 2022માં સૌથી વધુ 24 જેટલા કોસ્ટોડિયલ ડેથના બનાવો ગુજરાતમાંથી સામે આવ્યા છે. જેમાં પોલીસના અત્યાચાર અને સમયસર ટ્રીટમેન્ટ ન મળવાના કારણે આરોપીઓના મૃત્યુ થયા છે.
રાજ્યસભાના ફ્લોર પર નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 2017થી 2018 દરમિયાન 18 આરોપીના મૃત્યુ થયા છે. 2018થી 2019માં 13 આરોપીના મૃત્યુ છે. 2019થી 2020માં 20 આરોપીઓના મૃત્યુ થયા છે. 2020થી 2021માં 12 આરોપીઓના મૃત્યુ થયા છે. 2021થી 2022 24 આરોપીના મૃત્યુ થયા છે. 2022થી ચાલુ વર્ષે 15 જેટલા આરોપીના મૃત્યુ થયા છે. ભારતમાં કુલ 164 આરોપીઓના કસ્ટોડિયલ ડેથમાં મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધારે ગતિશીલ ગુજરાતના આંકડાઓ સામે આવ્યા છે. ત્યાર બાદ બીજા ક્રમે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 80 આરોપીના મૃત્યુ થયા છે અને ત્રીજા ક્રમે મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે, જ્યાં 50 આરોપીઓના કોસ્ટોડિલ ડેથમાં મૃત્યુ થયા છે. ચોથા ક્રમે બિહાર જ્યાં 47 આરોપીઓના મૃત્યુ કસ્ટોડિયલ ડેથના કારણે થયા છે. પાંચમાં ક્રમે બિહાર છે, જ્યાં 41 આરોપીના કોસ્ટોડિયલ ડેથમાં મૃત્યુ થયા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








