youngest IAS officer in Gujarat Ganga Singh Rajpurohit story: રાજસ્થાન (Rajasthan)ના બાલોતરા (Balotra) જિલ્લાના એક નાનકડા ગામમાંથી આવેલી આઈએએસ (IAS) અધિકારી ગંગા સિંહ રાજપુરોહિત (Ganga Singh Rajpurohit)એ ગુજરાત (Gujarat)ના નર્મદા (Narmada) જિલ્લાના જિલ્લા કલેક્ટર (District Collector) અને જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate – DM) તરીકે કાર્યભાર સંભાળીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ હાલમાં ગુજરાતના સૌથી યુવા જિલ્લા કલેક્ટર હોવાનું જણાવાયું છે.
ગુજરાત કેડર (Gujarat Cadre)માં હાલમાં વર્ષ 2017 બેચ (2017 Batch)ના કુલ 9 આઈએએસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેમાંના 7 અધિકારીઓ અલગ-અલગ જિલ્લાઓમાં કલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે બે અન્ય વહીવટી પદો પર કાર્યરત છે. વર્ષ 2017ની બેચ હાલમાં ગુજરાતમાં કાર્યરત સૌથી યુવા કલેક્ટરોની બેચ માનવામાં આવે છે અને તેમાં સૌથી ઓછી ઉંમર 32 વર્ષની ગંગા સિંહ રાજપુરોહિતની છે.

નાનકડા ગામમાંથી શરૂ થઈ IAS બનવાની સફર
ગંગા સિંહ રાજપુરોહિતનો જન્મ 5 મે, 1994ના રોજ રાજસ્થાનના ભારત-પાકિસ્તાન (India-Pakistan) સરહદ નજીક આવેલા બાલોતરા જિલ્લાના સિંધરી (Sindhari) તાલુકાના ડંડાલી (Dandali) ગામમાં થયો હતો. અંદાજે બે હજારની વસ્તી ધરાવતું આ ગામ બાલોતરાથી આશરે 45 કિલોમીટર દૂર આવેલું છે.
તેમણે વર્ષ 2016ની યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC Civil Services Examination)માં સમગ્ર દેશમાં 33મો ક્રમ (All India Rank 33) મેળવ્યો હતો. આ તેમનો બીજો પ્રયાસ હતો. તેઓ માત્ર 23 વર્ષની ઉંમરે હિન્દી માધ્યમ (Hindi Medium)માં UPSC પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા હતા.

14 મે, 2026ના રોજ તેમણે નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જિલ્લા કલેક્ટર તરીકે આ તેમની પ્રથમ પોસ્ટિંગ છે. તે પહેલાં તેઓ વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation)માં ડેપ્યુટી કમિશનર (Deputy Commissioner) તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
ગંગા સિંહ રાજપુરોહિતે પોતાની પ્રાથમિક શિક્ષણ ડંડાલી ગામની સરકારી શાળામાં પૂર્ણ કર્યું હતું. ધોરણ 10માં તેમણે 76 ટકા ગુણ મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ જાલોર (Jalore)માં ધોરણ 12ની પરીક્ષા 83 ટકા ગુણ સાથે પાસ કરી હતી અને સમગ્ર જિલ્લામાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.
ઉચ્ચ અભ્યાસ માટે તેઓ જોધપુર (Jodhpur) ગયા હતા અને જયનારાયણ વ્યાસ યુનિવર્સિટી (Jai Narain Vyas University)માંથી વર્ષ 2014માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષયો સાથે 76 ટકા ગુણ મેળવી B.Sc. પૂર્ણ કર્યું હતું.

તેમણે એક મીડિયાને જણાવ્યું કે, કોલેજ દરમિયાન ખાસ કરીને તેમના દાદાએ તેમને સિવિલ સર્વિસમાં જવા માટે પ્રેરણા આપી હતી. સ્નાતકના અંતિમ વર્ષ દરમિયાન જ તેમણે NCERTની પુસ્તકો અને સિવિલ સર્વિસ સંબંધિત સામગ્રીથી તૈયારી શરૂ કરી હતી.
ત્યારબાદ તેમણે નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (Jawaharlal Nehru University – JNU)માંથી હિન્દી સાહિત્ય (Hindi Literature)માં MA પૂર્ણ કર્યું હતું. UPSCમાં વૈકલ્પિક વિષય તરીકે પણ તેમણે હિન્દી સાહિત્ય પસંદ કર્યું હતું.
વર્ષ 2016ની સિવિલ સર્વિસ પરીક્ષામાં તેમણે કુલ 1061 ગુણ મેળવ્યા હતા. મુખ્ય પરીક્ષાના લેખિત ભાગમાં 889 ગુણ અને ઈન્ટરવ્યૂ (Interview)માં 172 ગુણ પ્રાપ્ત કર્યા હતા. નિબંધ (Essay)ના પેપરમાં તેમને 157 ગુણ મળ્યા હતા, જ્યારે હિન્દી સાહિત્યના બંને પ્રશ્નપત્રોમાં અનુક્રમે 156 અને 159 ગુણ પ્રાપ્ત કર્યા હતા.








