Sunday, May 19, 2024
HomeSeriesDeewal Seriesમહંમદનો પ્લાન સફળ રહ્યો તેને ખબર હતી હવે તેમની બેરેક તરફ આવવાની...

મહંમદનો પ્લાન સફળ રહ્યો તેને ખબર હતી હવે તેમની બેરેક તરફ આવવાની હિંમત કોઇ જેલ સિપાઇ કરશે નહિ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-63 દીવાલ ): મહંમદ Muhammad અને તેના સાથીઓને જે બેરેકમાં મુકવામાં આવ્યા હતા, તે અંગ્રેજોના જમાનાની બેરેક Barrack હતી, લંબચોરસ બેરેકની પાછળની અને આજુબાજુ વીસ ફુટ અને આગળની તરફ દોઢસો ફુટની ખુલ્લી જગ્યા હતી, તેને ફરતે દસ ફુટની ઊંચી દિવાલ Wall અને આગળની તરફ આ કેમ્પસની Campus બહાર નિકળવા માટેનો લોંખડનો દરવાજો Door હતો. આમ પહેલા બેરેકના દરવાજા ઉપર તાળું લાગતું અને પછી કેમ્પસના દરવાજા ઉપર તાળું વાગતું હતું, પણ આજે સવારે બેરેક ખોલવા આવેલા સીપાઈના Sepoy હાથમાં રહેલા ચાવીઓના ઝુડાના અવાજે બેરેક ખુલે તે પહેલા મહંમદને ઉઠાડી દીધો હતો, મહંમદ Muhammad ઉઠીને બેરેકની બહાર આવ્યો, ખુલ્લા મેદાનમાં તે એકલો ઊભો હતો, મેદાનમાં બે લીમડાના ઝાડ Neem trees અને એક ઝાંબુનું ઝાડ હતું, તેના ઉપર પક્ષીઓ Birds આવી બેસી ગયા હતા, જાણે તે પંખીઓ તેને ગુડ મોર્નીંગ Good Morning કહી રહ્યા હોય તેવું તેને લાગી રહ્યું હતું. તે બેરેકમાં પાછો આવ્યો તેણે પોતાના સામાનમાંથી બ્રશ કાઢયું અને તેને પેસ્ટ લગાડી, તે બ્રશ લઈ કેમ્પસના નળ ઉપર આવ્યો, નળ ખોલી તેણે પહેલા મોંઢું ધોયુ અને પછી બ્રશ ભીનું કરી બ્રશ કરવા લાગ્યો, તેની નજર આજુબાજુ ફરી રહી હતી. વોર્ડની બહાર ગેટ ઉપર રહેલા વોર્ડનની Warden નજર મહંમદ તરફ હતી. અચાનક મહંમદ Muhammad અને તેની નજર એક થઈ, વોર્ડન એકદમ ડરી ગયો અને પકડાઈ ગયો હોય તેમ તેણે નજર ફેરવી લીધી. મહંમદ એકલો હસી પડયો, તેને ખબર પડી કે હવે જેલના સીપાઈ Jail Sepoy અને વોર્ડન તેમના કેમ્પસમાં Campus આવવાની હિંમત કરશે નહીં. તે બેરેકમાં પાછો આવ્યો ત્યાં સુધી લગભગ તેના સાથીઓ ઉઠી ગયા હતા. તેણે બધાને સંબોધતા કહ્યું ચલો ઉઠી જાઓ ચા આવવાની તૈયારી છે, ત્યારે પેડલ રિક્ષામાં ચા લઈ કેદીની Prisoner રસોડા પાર્ટી તેમની બેરેક પાસે ઊભી રહી, બધા બહાર નિકળ્યા અને પોતાના ગ્લાસમાં ચા Tea લઈ અંદર આવ્યા, ચા પીતા પીતા મહંમદ Muhammad વિચાર રહ્યો હતો કે હવે ક્યાંથી કામની શરૂઆત કરવી, તે સવારે ઉઠી બેરેકની આસપાસની ખુલ્લી જગ્યામાં ફરી આવ્યો હતો, તેના મગજમાં આખુ ચિત્ર સ્પષ્ટ હતું.



- Advertisement -

છતાં તે કાગળ ઉપર તેને ટપકાવવા માગતો હતો, તેણે યુસુફને Yusuf કહ્યું બટકા મને કાગળ પેન આપ, યુસુફે પોતાના ચોપડામાંથી કાગળ Paper અને પેન Pen મેજરના હાથમાં મુકયા, મેજરનું ડ્રોઈંગ Drawing સારૂ ન્હોતુ, છતાં તે યાદ કરી કઈ તરફ કેમ્પસને ગેટ, કઈ તરફ પુર્વ-પશ્ચીમ East-West અને ઉત્તર-દક્ષિણ North-South તે યાદ કરી એક સ્કેચ બનાવવા લાગ્યો, પરવેઝ Parvez અને યુસુફ મેજરના ચિત્રને જોઈ રહ્યા હતા, તેમને હજી ખબર પડતી ન્હોતી કે મેજર શું કરી રહ્યા છે. પરવેઝે પુછ્યું મેજર ક્યા બના રહે હો, મેજર હસ્યા અને ડ્રોઈંગ Drawing બનાવતા કહ્યું બસ અબ યહી ઠહેરને કા મન બના લીયા હૈ, ઈસીય લીયે મેરા બંગલા કૈસા હોગા યહ તય કર રહા હું. પરવેઝને ગુસ્સો આવ્યો, મેજરે તેના ચહેરો જોતા કહ્યું લંગડે બતાઉગા મેં ક્યા કર રહા હું, તેરે બીના મેરા કામ હોગા ભી નહીં. મેજરે બેરેક Barrack અને તેની આસપાસની જગ્યાઓના અંદાજીત માપ સાથે એક નકશો Map બનાવ્યો અને પોતાના સામાનમાં રહેલા પુસ્તકો Books વચ્ચે મુકી દીધો, મહંમદને લાગ્યું કે આજનું પહેલું કામ તેણે પુરૂ કર્યું, ન્હાઈ ધોઈ બધા તૈયાર થયા કારણ જમવાનું આવ્યા પછી તેમને રોજ પ્રમાણે કૌશલ્ય કેન્દ્રમાં ભણવા માટે જવાનું હતું, તે પહેલા તેણે પોતાના સાથીઓનો બોલાવી કહ્યું આજથી આપણી જીંદગી પહેલા જેવી છે તેવું જ બધાને લાગવું જોઈએ, જેલ સીપાઈ Jail Sepoy કે પછી કોઈ કેદીને Prisoner આપણા વ્યવહાર ઉપર શંકા જાય તેવું થવું જોઈએ નહીં, જેલમાં Jail મુસ્લિમ Muslim કેદીઓ Prisoner પણ જે પહેલા આપણી બેરેકમાં રહેતા હતા, તેમની ઉપર પણ ભરોસો કરતા નહીં. આપણી એક ભુલ આપણી જીંદગીને નર્ક કરતા પણ બદ્દતર બનાવી દેશે, એટલે મોંઢું બંધ રાખી હું જે કઈ કહું તે પ્રમાણે કરતા જાઓ ઈનસાલ્લાહ હવે ફતેહ આપણી છે.



બધા એકબીજા સામે જોવા લાગ્યા, મહંમદે Muhammad કહ્યું હું જોઈ શકુ છું, કે હજી તમારામાં પરવેઝ Parvez અને યુસુફના Yusuf મનમાં ડરે છે. યુનુસને Yunus લાગી રહ્યું છે કે આપણે સફળ થઈશું કે નહીં, ચાંદ Chand અને દાનીશ Danish માનીસક રીતે તૂટી ગયા છે. દાનીશના ખભા ઉપર હાથ મુકતા કહ્યું તમે મારી ઉપર ભરોસો મુકો, બધુ સારૂ થશે. પછી તેણે અબુ Abu અને રીયાઝ Riaz સામે જોતા કહ્યું મારા આ મલ્લુ દોસ્તો પાસે કોઈ પ્રશ્ન. અબુ અને રીયાઝને કઈ જ ખબર પડી નહીં, તેઓ આઠ વર્ષથી સાબરમતી જેલમાં Sabarmati Jail હતા પણ આટલું ગુજરાતી Gujarati બોલી શકતા ન્હોતા, મહંમદે જે વાત કરી તે ગુજરાતીમાં હતી, મહંમદ Muhammad ગુજરાતી બોલવા લાગ્યા હતો. મહંમદનું ગુજરાતી સાંભળી નક્કી કરવું મુશ્કેલ હતું કે તે ગુજરાતી Gujarati નથી. અબુ અને રીયાઝ મહંમદ સામે જોઈ રહ્યા હતા, મહંમદે તેમની સામે જોતા પુછ્યું આપકો મેરે પે ભરોસા હેના, રીયાઝે Riaz કહ્યું મેજર ઈતને સાલો કે બાદ હમે યહ સવાલ પુછતે હો. મહંમદે કહ્યુ નહીં રીયાઝ બાત એસી નહીં હૈ, ફીર ભી હમ અબ જો કરને જા રહે હૈ, ઉસમે સબ કા માનસીક રૂપ સે ભી સાથ હોના જરૂરી હૈ.

- Advertisement -



તે દિવસ બધા રોજની જેમ ભણવા ગયા, પોલીસ જાપ્તો હવે તેમની સાથે વધારી દેવામાં આવ્યો હતો,જો કે પોલીસાવાળા Police હવે તેમની સાથે ખાસ વાત કરતા ન્હોતા. મહંમદ Muhammad રોજની જેમ ભણાવવા આવતા પ્રોફેસરને Professor સવાલ પુછી મુંઝવી રહ્યો હતો, મહંમદ તેવું બતાડવા માગતો હતો તેની અંદર કોઈ ફેરફાર થયો નથી, પણ કલાસમાં પણ તેનું શરીર જ માત્ર ત્યાં હતું તેનું મન તો કઈ રીતે જેલની Jail બહાર નિકળી શકાય તેની યોજના Plan બનાવી રહ્યું હતું, બપોરની બંદી ખુલી એટલે બધા બેરેકની બહાર આવી બધા લીમડાના ઝાડ Neem tree નીચે આવી બેઠા હતા. હવે તેમની બેરેકમાં માત્ર આઠ લોકો જ હતા, એટલે હવે તેમની વાત કોઈ સાંભળી શકે તેવી ચિંતા ન્હોતી., મહંમદે Muhammad પોતાના ખીસ્સામાંથી એક કાગળ Paper કાઢયો એટલે બધાની નજર તેની સામે ગઈ, તેણે વોર્ડની Ward બહારના દરવાજા તરફ નજર કરી અને કોઈ આવતુ તો નથી તેની ખાતરી કર્યા પછી કાગળને ઝાડની નીચે બનાવવામાં આવેલા ઓટલા ઉપર મુકતા કહ્યું જુઓ, બધા કાગળ Paper સામે જોવા લાગ્યા, તેણે કહ્યું આપણી બેરેકની પાછળ તરફ લગભગ દસ ફુટ જેવી જગ્યા છે, તેણે વોર્ડના દરવાજા Ward Door તરફ ઈશારો કરતા કહ્યું આ દસ ફુટની જગ્યામાં શું થઈ રહ્યુ છે તેની બહારથી ખબર પડે તેમ નથી.



- Advertisement -

યુનુસે Yunus મહંમદે બનાવેલા નકશા Map ઉપર હાથ મુકયો અને પુછ્યું મેજર Major તમે આ જગ્યાની વાત કરો છોને.. મહંમદે Muhammad હા પાડી, તેણે વાતને આગળ વધારતા કહ્યું આ દસ ફુટ જગ્યા પછી એક દસ ફુટ ઊંચી દિવાલ Wall આવે છે, દિવાલની પાછળ લગભગ વીસ ફુટનો જેલનો આંતરિક રસ્તો પસાર થાય, છે આ રસ્તાનો ઉપયોગ ક્યારેક જ મોટા સાહેબ Sir પોતાની કારમાં નિકળે તો જ થાય છે. વીસ ફુટના રસ્તા પછી ત્રીસ ફુટની ઊંચી દિવાલ Wall છે, તેની ઉપર ત્રણ ફુટના ઈલેકટ્રીક વાયર પસાર Electric wire થાય છે. તેમાં ચોવીસ કલાક વિજળી પસાર થાય અને દિવાલની પાછળ એસઆરપી SRP જવાનનો Jawan પોઈન્ટ રહેલો છે, ચાંદે Chand પુછ્યું તો આપણે બે દિવાલો અને ઈલેકટ્રીક વાયર કેવી રીતે પાર કરીશું…

(ક્રમશઃ)

PART – 62 | જેલર પંડ્યાએ સત્તાવાહી અવાજમાં કહ્યુ તમારી બેરેક બદલવામાં આવી રહી છે ત્યા તમારા આઠ સિવાય કોઇ નહિ હોય



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular