નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara News: વડોદરામાં અંધારિયા વાતાવરણમાં યુવક-યુવતીઓને પ્રાઈવસી (Couples privacy) પુરી પાડતાં ધમધમતા કેફે (Tent Cafe)પર પોલીસે દરોડો (Vadodara Police Raid) કર્યો છે. અગાઉ સુરતમાં એક સગીર અને પરણીત મહિલા સાથે કેફેના કપલ બોક્સમાં બળાત્કારની ઘટના બની હતી. આ બનાવ બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કોફી શોપ, રેસ્ટોરેન્ટમાં કપલ બોક્સ પર પ્રતિબંધ અને સ્પષ્ટ રીતે દેખાય તેવી વ્યવસ્થા રાખવા નિર્દેશ જાહેર કર્યો હતો. ત્યારે વડોદરામાં (Vadodara) આજે જાહેરનામાનો ભંગ કરનારા કેફે સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના ફતેગંજ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રોજેટ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે ધ ટેન્ટ કાફે નામના કેફેમાં તપાસ કરવા માટે આવ્યા હતા. જોકે કેફેમાં તપાસ કરતાં અંદાજીત 5 બાય 6 ના કુલ 14 ટેન્ટ મળી આવ્યા હતા. ઉપરાંત અંધકારમય વાતાવરણમાં અલગ-અલગ મલ્ટી લાઈટ ગોઠવેલી હતી. આ કેફેમાં કેટલાક છોકરા-છોકરીઓ ટેન્ટ બંધ કરીને બેઠેલા હતા. સાથે જ અહીં કોઈ સી.સી.ટી.વી. પણ લગાવેલા ન હતા અને કેફેમાં બેસનારા છોકરા-છોકરીઓ બેસે તે પણ સ્પષ્ટ પણ જોઈ શકાય તેમ ન હતું.
કેફેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા એટલે કે કપલબોક્ષ તથા ટેન્ટ ઉભા કરીને સી.સી.ટી.વી. કેમેરા ન લગાવી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ કેફેના માલિક કનુભાઈ નકુમ, વિશાલ હેમંત મુંગલ સહિત 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સ્થળ પર મળી આવેલા દિપક પ્રજાપતિ, મયંક પ્રજાપતિ, નિતેશ શ્રીવાસ્તવ અને કેશિયરનું કામ કરતી એક યુવતી સહિત 4ની ધરપકડ કરી છે. આ ટેન્ટ કેફેમાં કપલ્સ માટે રૂ. 3500માં બે કલાક બેસવા દેવામાં આવતા હતા. જેમાં કેફે પર્શનલ સ્પેસ, પર્સનલ ટેન્ટ, ફુલનું ડેકોરેશન, કેક સહિત પીઝા , ફ્રેન્ચફ્રાઈઝ અને સોફ્ટ ડ્રિંક આપવામાં આવતું હતું.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કપલ્સને પ્રાઈવસી પુરી પાડતા કેફે કલ્ચર જોવા મળી રહ્યું છે. જોકે આ પ્રકારના કેફેમાં કપલબોક્સમાં સોફા, ગાદલા, તકિયા સહિત કપલ્સને આકર્ષાય તેવી સુવિધા આપવામાં આવતી હોય છે. જેમાં યુવક-યુવતીઓ હજારો રૂપિયા આપીને કલાકોનો સમય પસાર કરતા હોય છે. સુરતમાં બનેલી બે બળાત્કારની ઘટના બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ પ્રકારના કેફે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
TAG: Vadodara News, Vadodara police busted Tent cafe,
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








