Monday, September 28, 2026
HomeGujaratસુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભૂખ્યા-તરસ્યા મુસાફરો લાઈન તોડી ટ્રેનમાં બેસવા દોડતા...

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભૂખ્યા-તરસ્યા મુસાફરો લાઈન તોડી ટ્રેનમાં બેસવા દોડતા અફરાતફરી સર્જાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : ઉનાળુ વેકેશન, લગ્નની સિઝન, પીવાના પાણીની અછત અને ટ્રેનની અપૂરતી વ્યવસ્થાને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોમાં અફરાતફરી (Passenger stampede at Udhna Railway Station Surat) સર્જાઈ છે. વેકેશનની શરૂઆત થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતન તરફ દોટ મૂકી છે. કલાકોથી ભૂખ્યા-તરસ્યા મુસાફરો બે કિલોમીટર જેટલી લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર થયા છે. આ ભીડને કાબૂમાં રાખવા પોલીસને પરસેવો છૂટી જાય છે. આજે સવારે ઉધના સ્ટેશન ખાતે મુસાફરોની ભીડ બેકાબૂ બનતા પોલીસને લાઠીચાર્જ (Police lathicharge at Udhna Railway Station) કરવાની ફરજ પડી છે.

વેકેશન શરૂ થતાંની સાથે પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. ભારે સંખ્યામાં ઉધના સ્ટેશન ખાતે બાર-બાર કલાકથી મુસાફરો કતારમાં લાગી જાય છે. આકરી ગરમીના કારણે પીવાના પાણી માટે પણ મુસાફરોએ બૉટલોની લૂંટ ચલાવી હોય તેવી પડાપડી જોવા મળી હતી. એક સાથે મોટી સંખ્યામાં મુસાફરો સ્ટેશન પર આવી ગયા હતા. જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. ટ્રેન આવવાના સમયે કેટલાંક મુસાફરો લાઈન તોડીને દોડતા ભારે અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી અને પોલીસને ભીડ કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

- Advertisement -

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular