નવજીવન ન્યૂઝ. અમદાવાદ : Ahmedabad News: ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (AMC) અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલનના અભાવની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. અગાઉ અનેક વખત કોર્પોરેટર્સ અધિકારીઓ તેમને સાંભળતા નથી તેવી ફરિયાદો ઉઠાવી ચૂક્યા છે. પરંતુ હવે તો જાણે હદ થઈ ગઈ છે. કારણ કે AMCના અધિકારીઓ કમિશનર એમ. થેન્નારસનને (M thennarasan) પણ ગણકારતા ન હોય તેવો ઘાટ સર્જાયો છે. જેના કારણે એમ. થેન્નારસને અધિકારીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
અમદાવાદ શહેરમાં દબાણનો પ્રશ્ન દિવસેને દિવસે વિકરાળ બની રહ્યો છે. તે પછી રસ્તા પરના લારી-ગલ્લા હોય કે ગેરકાયદેસર બાંધકામના દબાણ. શહેરમાં લગભગ દરેક પ્રકારના દબાણની સમસ્યા હાલ જોવા મળી રહી છે. ત્યારે મનપા કમિશનર દ્વારા અવાર-નવાર એસ્ટેટ વિભાગના અધિકારીઓે તેમજ કર્મચારીઓને ગેરકાયદેસર દબાણ હટાવવા સૂચના આપવામાં આવી છે. પરંતુ છતાં જમીન પર પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. આ સ્થિતીના કારણે મપના કમિશનર થેન્નારસને અધિકારીઓનો ઉધડો લેવો પડ્યો હતો.
નોંધનીય છે કે દબાણ શાખામાં ભ્રષ્ટ્રાચારના અને હપ્તારાજ ચાલતા હોવાના અનેક આક્ષેપો થઇ ચુક્યા છે. આ બાબતની અનેક ફરિયાદો કમિનશરને પણ મળી છે જે અંગે કમિશનરે અધિકારીઓને ખખડાવતાં કહ્યું હતું કે. તમે લારી-ગલ્લાઓ કોર્પોરેશનના ગોડાઉનમાં જમા કરાવો છો એ બધી મને ખબર છે.
આ ઘટના અમદાવાદ મહાનગરપાલિકાની સાપ્તાહિક રિવ્યુ બેઠક દરમિયાન બની હતી. જેમાં કમિશનરે એસ્ટેટ વિભાગના અધિકારીઓને રીતસર ખખડાવતા કહ્યું હતું કે, જ્યારે હું રોડ પર નિકળું છું ત્યારે લારી-ગલ્લાના દબાણો દેખાય છે. કેમ અધિકારીઓ કાર્યવાહી કરવામાં ઈચ્છાશક્તિનો અભાવ બતાવી રહ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે શહેરમાં સવાર-સાંજ રાઉન્ડ લઈ દબાણો દૂર કરવાની સૂચનાઓ બાદ પણ તમે કેમ કાર્યવાહી નથી કરી રહ્યાં?
અત્રે ઉલ્લેખનીય છે કે, કમિશનરે કોર્પોરેશનના કેટલાક વિભાગમાં ચાલતી ગોબાચારી દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યાં છે. છતાં અમુક અધિકારીઓ AMC કમિશનરને પણ ગાંઠતા નછી અને સૂચનાઓને ઘોળી પી જતા હોય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








