Tuesday, June 9, 2026
HomeGujaratGandhinagarસાબરકાંઠાના તલોદ તાલુકામાં કારે બાઈકને ટક્કર મારતા પત્નીનું મોત, પતિ ગંભીર રીતે...

સાબરકાંઠાના તલોદ તાલુકામાં કારે બાઈકને ટક્કર મારતા પત્નીનું મોત, પતિ ગંભીર રીતે ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : સાબરકાંઠા જિલ્લામાં તલોદના ચેખલા ગામે ગમખ્વાર અકસ્માત (Sabarkantha Accident) માં મહિલાનું મોત થયું છે. રોડ પર બેફામ દોડી રહેલી કારે બાઈક સવાર દંપતીને જોરદાર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચલાવતા પતિને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે પત્નીનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા તાલુકા (Modasa Taluka) ના ગાજણ ગામનું દંપતી બાઈક પર સવાર થઈને પસાર થઈ રહ્યું હતું, તે સમયે તલોદ પાસેના ચેખલા ગામ (Chekhala Talod) નજીક બેફામ દોડી રહેલી કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર વાગવાથી બાઈક પર સવાર મહિલા રોડ પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાના કારણે તેમનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા યુવકને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular