Friday, April 17, 2026
HomeGujaratGir Somnathઉનામાં બાઈકની ટાંકીમાંથી પેટ્રોલનો નશો કરી લથડીયા ખાતા બાળકનો વીડિયો આવ્યો સામે

ઉનામાં બાઈકની ટાંકીમાંથી પેટ્રોલનો નશો કરી લથડીયા ખાતા બાળકનો વીડિયો આવ્યો સામે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉના: Una Child Video: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના (Una) તાલુકામાં બાળકો પણ નશાના (Child intoxicated) રવાડે ચઢી રહ્યા છે. વળી આ નશો કોઈ સામાન્ય નશો પણ નથી. ઉનાના બસ સ્ટેશનના પાર્કિંગમાં આવું જ એક દૃષ્ય જોવા મળ્યું જેમાં બાળક પેટ્રોલનો નશો (Child Petrol intoxicated) કરી રહ્યો છે. આ બાળક પેટ્રોલના નશાના કારણે શરીર પરનું સંતુલન ગુમાવી લથડીયા ખાતો જોવા મળ્યો હતો.

Una child intoxicated petrol
Una child intoxicated petrol

છેલ્લા ઘણાં સમયથી ઉના શહેર તેમજ ગામડાઓમાં દારૂનો નશો કરતા નશાખોર તત્વો મુખ્ય માર્ગો પર લથડીયા ખાતા જોવા મળી રહેલ છે. ત્યારે ઉનામાં એક બાળકનો વીડિયો સામે આવ્યો જેમાં તે પટ્રોલનો નશો કરતો જોવા મળી રહ્યો છે. ઉનાના બસ સ્ટેશનના પાર્કિંગમાં આજે સવારે એક બાળક વાહનની પેટ્રોલની ટાંકીપર બેસી નશો કરતો જોવા મળ્યો હતો. આ ઘટના એક જાગૃત નાગરિકે કેમેરામાં વીડિયો સ્વરૂપે કેદ કરતા મામલો પ્રકાશમાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક પેટ્રોલની ટાંકી પર આડો પડી ઠાંકણા વાટે પેટ્રોલનો નશો કરી રહ્યો છે. આ બાળકનો વીડિયો સામે આવતા ઉના પંથક સહિત રાજ્યમાં ચકચાર જાગી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular