નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (MLA Yogesh Patel) ના નામથી જાહેર માર્ગ ઉપર કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિરોધમાં બેનર (Banner against Mallikarjun Kharge) લાગ્યા છે. આ મામલે વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.
‘ખડગે સાહેબ જવાબ આપો શ્રી ફિરોઝ ગાંધી ગુજરાતી હતા તો શું ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મૂર્ખ સાથે લગ્ન કર્યા હતા?’ આવા લખાણવાળા બેનરના પગલે આચાર સંહિતાની ફરિયાદ (Code of Conduct Violation Complaint) થઈ છે. વિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીને ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યું છે કે, છેલ્લાં 10 દિવસથી જગજાહેર આચારસંહિતા ભંગ કરી, રોડ રસ્તા તોડી રોડ વચ્ચે ગેરકાયદેસર હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. આમ છતાં ધારાસભ્યના ગેરકાયદેસર કૃત્ય સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.








