નવજીવન ન્યૂઝ. અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી કશ્મીર ફાઇલ્સ નામની એક ફિલ્મ સમગ્ર દેશમાં ભારે ચર્ચામાં રહી છે. દેશના ઘણા બધા રાજ્યોમાં આ ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી છે, ત્યારે લોકો ઉપર સાયબર અટેક કરીને ઠગાઇ કરત સાયબર ચોર પણ આ ફિલ્મને કેન્દ્રિત કરીને લોકોને લૂટવાની નવી પદ્ધતિ લઈને આવ્યા છે. આ ફિલ્મ ડાઉનલોડ કરવાની લિન્ક કેટલાક લોકોને મળી રહી છે. આ લિન્ક ખોલતાની સાથે જ એકાઉન્ટ માંથી જેટલા પૈસા હોય તે ખાલી થઈ જાય છે.
કશ્મીરના મુદ્દાને લઈને લોકોની લાગણીના કારણે મૂવી થિયેટર્સ ફૂલ જોવા મળી રહ્યા છે, અને ફિલ્મ જોયા બાદ લોકોના ફિલ્મ માટેના રીએક્શન જોયા બાદ લોકોમાં ફિલ્મ જોની ઈચ્છા તીવ્ર બનતી જાય છે. જેના કારણે લોકો ફિલ્મ જોવા માટે આ પ્રકારની ફ્રીમાં ફિલ્મ ડાઉનલોડ કરવાની લિન્ક ઉપર ક્લિક કરી દે છે. લિન્ક ઉપર ક્લિક કર્યા બાદ થોડી જ ક્ષણોમાં ક્લિક કરવા વાળનું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જાય છે.
આ પ્રકારે હેકર્સ અલગ અલગ પદ્ધતિઓ અપનાવીને લોકોને ઠગતા હોય છે, જેના માટે લોકોએ સાવધાન રહેવું જોઈએ અને આ પ્રકારની આજની લિન્ક ઉપર ક્લિક ન કરવું જોઈએ અને જો તમારી સાથે આવી કોઈ ઘટના ઘટી હોય તો તાત્કાલિક નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.
![]() |
![]() |
![]() |











