Wednesday, July 1, 2026
HomeGujaratAhmedabadCBI, ED અને ATS ના નામે ઠગ ટોળકીએ આંગડિયા માલિક પાસેથી કરોડો...

CBI, ED અને ATS ના નામે ઠગ ટોળકીએ આંગડિયા માલિક પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા, વકીલ સુધાંશુ ઝા ફરાર

- Advertisement -

Vijay alias Mukhi arrested for cheating Angadiya owner : ઈડીની રેડમાં આંગડિયા પેઢી ખાતેથી 11 કરોડ પકડાયા (ED raids at Angadia firm) બાદ તે રકમ છોડાવી આપવાનો દાવો કરી આંગડિયા માલિક પાસેથી 3.18 કરોડ પડાવી લેનારી ઠગ ટોળકીના સૂત્રધારને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. વિષ્ણુ કાંતીલાલ નામની આંગડિયા પેઢીના માલિકને છેતરનારી ટોળકીમાં સુધાંશુ આમોદભાઈ ઝા નામના એક વકીલ (Sudhanshu Jha Advocate) સહિત કુલ ચાર શખસો હાલમાં ફરાર છે. ક્રાઈમ બ્રાંચે ઠગ ટોળકીના સૂત્રધાર વિજય દ્વારકાદાસ પટેલ ઉર્ફે મુખીને અદાલતમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.

કેવી રીતે આચરી છેતરપિંડી ?

- Advertisement -

ડિસેમ્બર-2024માં અમદાવાદની નવરંગપુરા સ્થિતિ વિષ્ણુ કાંતી નામની આંગડિયા પેઢીમાં ઈડીના દરોડા પડ્યા હતા. દરોડા દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે 11 કરોડ, 4 મોબાઈલ ફોન અને DVR જપ્ત કર્યું હતું. આ રેડ બાદ વિજય દ્વારકાદાસ પટેલ ઉર્ફે મુખી (હાલ રહે. ધર્મરાજ સોસાયટી,ચાંદલોડીયા,અમદાવાદ મૂળ રહે. )એ આંગડિયા માલિકોનો સંપર્ક કરી ED માં સેટિંગ છે તમારા રૂપિયા વહીવટ કરી કઢાવી આપીશ તેમ કહી ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ની સામે આવેલી એડવોકેટ સુધાંશુ ઝાની ઑફિસ ખાતે મીટિંગ કરાવી હતી. સુધાંશુ ઝાએ મુંબઈના પ્રવિણ ભાનુશાળી અને વિરાટસિંહને મુંબઈ ઈડીમાં સેટિંગ હોવાનું કહી વાત કરાવી હતી. ત્યારબાદ જુદાજુદા શખ્સો મુંબઈ અને અમદાવાદની આંગડિયા પેઢી ખાતેથી ચલણી નોટના ટોકન આધારે કુલ 3.18 કરોડ રૂપિયા લઈ ગયા હતા. આંગડિયા પેઢી ખાતેથી ટુકડે ટુકડે કરોડો રૂપિયા લઈ જવા માટે CBI, મુંબઈ ED અને પુના ATS ના નામનો ઉપયોગ કરાયો હતો. ફેબ્રુઆરી-2025માં વિજય મુખીએ ઈડીએ જપ્ત કરેલા રૂપિયા દર્શન વેદના હોવાનો એક કરાર આંગડિયા માલિક સાંકળચંદ પટેલ પાસે કરાવ્યો હતો અને સહીવાળા બે કોરા ચેક મેળવી લીધા હતા. આંગડિયા માલિકે કરી આપેલો કરાર અને બે ચેકના આધારે ઠગ ટોળકીએ 13.20 કરોડ રૂપિયા વાર્ષિક 9 ટકાના નફા સાથે ચૂકવી આપવાની નોટિસ આપી હતી.

સાયબર ફ્રોડ સહિતના કેસોનો આરોપી વિજય ઉર્ફ મુખી ઝડપાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ખાતે થયેલી 3.18 કરોડની છેતરપિંડીની અરજીની તપાસ બાદ ફરિયાદ નોંધાતા મુખ્ય સૂત્રધાર વિજય પટેલ ઉર્ફે મુખીની ધરપકડ કરવામાં આવી છે. મૂળ મહેસાણાના વિજાપુર તાલુકાના કુકરવાડાના વિજય ઉર્ફે મુખી સામે ઉત્તરપ્રદેશના લખનૌ તેમજ મહેસાણાના કડી અને સાંથલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ચાર કેસ નોંધાઈ ચૂક્યાં છે. વિજય અનેક વખત જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. અત્રે નોંધનીય છે કે, વિજય ઉર્ફે મુખીએ વર્ષ 2021માં વનાતુ દેશની સિટિઝશીપ મેળવી છે અને 2022થી તે ભારતમાં ઑવરસીઝ સિટિઝન ઑફ ઈન્ડિયા (OCI) તરીકે રહે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular