Saturday, June 27, 2026
HomeGujaratSuratસુરત શહેરમાં ડમ્પર નીચે માતા-દીકરી કચડાતા મોત, બે જણાનો બચાવ, લોકોએ આરોપી...

સુરત શહેરમાં ડમ્પર નીચે માતા-દીકરી કચડાતા મોત, બે જણાનો બચાવ, લોકોએ આરોપી ચાલકને પકડ્યો

- Advertisement -

Dumper kills mother and daughter in Surat : સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં હૈયું હચમચાવી દે તેવા ગમખ્વાર અકસ્માત (Fatal accident in Surat) માં માતા અને પુત્રીએ જીવ ગુમાવ્યા છે. રોડ પર બેફામ દોડતા એક ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવી દેતાં ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધું હતું. મોપેડ પર જઈ રહેલા 22 વર્ષીય રૂકસાના સૈયદ અને તેમની પુત્રી અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. જ્યારે અન્ય એક મોપેડ પર જઈ રહેલા રૂકસાનાના ભાઈ અને તેમની 4 વર્ષીય મોટી પુત્રી હાઈકાનો બચાવ થયો છે. આ ઘટના બાદ ભેસ્તાન પોલીસ (Bhestan Police) ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડમ્પર ચાલકને અટકમાં લીધો છે.

પવિત્ર મોહર્રમના તહેવાર નિમિત્તે રૂકસાનાબહેન ઈમરાન સૈયદ તેમની પુત્રી જૈનમ (ઉ.3) સાથે પિયર ખાતે ગયા હતા. રૂકસાનાબહેન પોતાના ભાઈ સાથે આજે શનિવારે સાસરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે ભેસ્તાન વિસ્તારમાં બેકાબૂ ડમ્પર ધસી આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરના ટાયર ફરી વળતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલકે ડમ્પર સાથે ફરાર થઈ જવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થળ પર હાજર રહેલાં લોકોએ ડમ્પર પર ચઢી જઈ ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હૉસ્પિટલ ખાતે લઈ જવાતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સ્થળ પર હાજર તમામ લોકોના આંખો ભીની થઈ ગઈ હતી. અત્રે નોંધનીય છે કે, ઇમરાન સૈયદના ભાઈનું એક વર્ષ અગાઉ મોત થતાં આ જ સ્થળે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને આજે પત્ની અને વ્હાલસોયી દીકરીના મૃતદેહ પણ અહીં લાવવામાં આવ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular