Wednesday, July 1, 2026
HomeNationalરામ મંદિર દાન ચોરી કેસના આરોપીઓ પાસેથી 80.85 લાખની રોકડ, 1121 ડૉલર...

રામ મંદિર દાન ચોરી કેસના આરોપીઓ પાસેથી 80.85 લાખની રોકડ, 1121 ડૉલર અને સોનું-ચાંદી મળ્યા

- Advertisement -

Search operation in Ayodhya Ram temple donation theft case : અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાન ચોરીના કેસમાં ભારે હોબાળો મચ્યો છે. વિવાદોની વચ્ચે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય ભૂર્ગભમાં ઉતરી ગયા છે અને રામ મંદિર ટ્ર્સ્ટે મૌનધારણ કરી લીધું છે. આ સ્થિતિની વચ્ચે પોલીસ અને SIT એ આરોપીઓના ઘરે દરોડા પાડી સર્ચ કરતા 80.85 લાખ રોકડ, 1121 ડૉલર અને લાખોનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે.

રામ મંદિરમાં થયેલી દાન ચોરીનો મામલો સામે આવ્યો છે ત્યારથી આ મુદ્દો ભારે ચર્ચામાં છે. આ મામલે આ મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય (Champat Rai Secretary General Ayodhya Ram temple) સહિત 2 સભ્યોએ રાજીનામા ધરી દીધા છે. આગામી 6 જુલાઈએ મળનારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (shri ram janmabhoomi teerth kshetra trust) ની બેઠકમાં મોટા નિર્ણયો લેવાશે. પોલીસના દરોડામાં કુલ 7 આરોપીઓના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે. આરોપી અવિનાશ શુક્લાના ઘરેથી સૌથી વધુ 20.39 લાખ રોકડા, 1121 અમેરિકી ડૉલર અને 159.54 ગ્રામ ચાંદી મળી આવી છે. કરુણેશ પાંડેના ઘરેથી કુલ 18.07 લાખ રોકડા અને સિક્કા મળ્યા છે. અનુકલ્પ મિશ્રાના ત્યાંથી 16.82 લાખ રોકડ મળી છે. લવકુશ મિશ્રાના ઘરેથી 14.25 લાખ રોકડ હાથ લાગી છે. રમાશંકર મિશ્રા પાસેથી 7.32 લાખ અને ચાંદીના સિક્કા મળ્યા છે. મનીષકુમાર યાદવના ઘરેથી 2 લાખની રોકડ મળી છે. જ્યારે રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુના ઘરેથી 1 લાખ તેમજ સોના-ચાંદીના દાગીના અને કિંમતી ધાતુ મળી આવી છે. આ ઉપરાંત આરોપીઓના નિવાસસ્થાનોમાંથી રોકાણના વિવિધ દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular