Tuesday, April 21, 2026
HomeGeneralઅમદાવાદ સાઇબર ક્રાઇમે એવી કામગીરી કરી કે ગુજરાત સહિત ભારતની 27 કંપનીમાં...

અમદાવાદ સાઇબર ક્રાઇમે એવી કામગીરી કરી કે ગુજરાત સહિત ભારતની 27 કંપનીમાં પડેલા કરોડો રૂપિયા બચાવી લીધા

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રિવેન્ટિવ ક્રાઇમના જે પગલાં લેવામાં આવ્યા તેના કારણે ગુજરાતની 5 સહિત ભારતની 27 કંપનીના બેન્ક એકાઉન્ટમાં રહેલા કરોડો રૂપિયા ગબન થાય તે પહેલા અટકાવી દીધા.

અમદાવાદ સાઇબર સેલને થોડા મહિના પહેલા આમદવાદની એક નામાંકિત મીઠાઈની દુકાનના માલિકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના બેન્ક એકાઉન્ટમાં રહેલા 75 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે. આ મામલે સાઇબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી તો જાણકારી મળી કે આ મીઠાઈની દુકાનના એકાઉન્ટંટનો ફોન શનિવારની સાંજે બંધ થઈ ગયો હતો. જો કે રવિવારે મોબાઈલ કંપનીમાં રજા હોવાને કારણે તેમણે કોઈ કાર્યવાહી કરી નહીં, પરંતુ તેમને જાણકારી મળી કે તેમના બેન્ક એકાઉન્ટ માંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે. આથી તેમણે મોબાઈલ કંપનીમાં જઈને તપાસ કરતાં જાણકારી મળી કે તેમનો ફોન ખોવાઈ ગયો છે અને તેમનો ફોન બંધ કરવાની અરજી આવી હતી. આમ જ્યારે બેન્ક ટ્રાન્જેક્શન થયું ત્યારે સંબંધિત નંબર ઉપર OTP જનરેટ થયો જ નહીં.



અમદાવાદ સાઇબર સેલે શરૂ કરેલી તપાસમાં આ મીઠાઈની દુકાનની કોમ્પ્યુટર સિસ્ટમ ચેક કરવામાં આવી તેમાં એક બનાવટી મેઈલ જોવા મકળ્યો, જે દુકાન દ્વારા ઓપન કરતાં તેની સાથે આવેલું એક ટ્રોઝર તેમની સિસ્ટમમાં દાખલ થઈ ગયું હતું, જેના કારણે તેમના એકાઉન્ટમાં થતી તમામ વિગતો મેઈલ મોકલનારા સુધી પહોંચી જતી હતી.

- Advertisement -



સાઇબર સેલે તપાસ કરી તો જે ટ્રોઝર મીઠાઈની દુકાનના સિસ્ટમમાં મળ્યું તે ભારતની કુલ 27 કંપનીની સિસ્ટમમાં એક્ટિવ હતું. ગમે તે ક્ષણે આ 27 કંપનીઓને આ ગેંગ શિકાર બનાવી શકે તેમ હતી. સાયબર સેલે તુરંત આ 27 કંપનીઓને જાણકારી આપીને તેમની સિસ્ટમમાં રહેલા ટ્રોઝરને દૂર કરવા જણાવ્યુ.

તમારો ફોન અચાનક બંધ થઈ જાય તો તુરંત પોલીસ કંટ્રોલને જાણ કરવી.

અમદાવાદ સાઇબર સેલના DCP અમિત વસાવા કહે છે કે, સાયબર ફ્રોડ કરનારી ગેંગ કોઈ પણ રીતે તમારી સિસ્ટમમાં ટ્રોઝર દાખલ કરી તમારી કંપનીને નિશાન બનાવે છે. સાયબર ફ્રોડ માટેનો ઉત્તમ દિવસ શનિવાર સાંજથી લઈને રવિવાર સુધી હોય છે. જે કંપનીને નિશાન બનાવવાની હોય તે કંપનીનો રજીસ્ટર મોબાઈલ નંબર તેઓ શનિવારે બંધ કરવી દે છે અને ત્યાર બાદ જે તે એકાઉન્ટ માંથી ટ્રાન્જેક્શન થાય છે, જો તમારો ફોન અચાનક બંધ થઈ જાય તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી જેથી સાયબર સેલ બેંકને જાણ કરીને તમારા તમામ ટ્રાન્જેક્શન અટકાવી દેશે.



- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular