Monday, June 29, 2026
HomeGujaratફિલ્મી ઢબે પીછો કર્યા છતા બુટલેગર ફરાર, અરવલ્લી નજીક હોન્ડા સિટીમાંથી ₹1.68...

ફિલ્મી ઢબે પીછો કર્યા છતા બુટલેગર ફરાર, અરવલ્લી નજીક હોન્ડા સિટીમાંથી ₹1.68 લાખનો દારૂ ઝડપાયો

- Advertisement -

Aravalli police raid: અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ શરૂ કર્યું છે. આ દરમિયાન શંકાસ્પદ ઝડપે પસાર થઈ રહેલી હોન્ડા સિટી કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કારચાલકે પોલીસથી બચવા માટે પૂરઝડપે કાર દોડાવી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતાં બુટલેગર શામળપુર નજીક કાર રોડ સાઇડ પર મૂકીને ખેતરોમાં ફરાર થઈ ગયો હતો.

શામળાજી પોલીસ મથકના પીઆઈ એસ.એસ. માલ અને તેમની ટીમ દ્વારા દારૂની હેરાફેરી માટે સિલ્ક રૂટ તરીકે ઓળખાતી રતનપુર ચેકપોસ્ટ પર સતત પેટ્રોલિંગ અને રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોની રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પોલીસ ચેકિંગ જોઈને દારૂ ભરેલી હોન્ડા સિટી કારના ચાલકે વાહન અટકાવવાના બદલે ઝડપ વધારી દીધી હતી. પોલીસે તરત જ કારનો પીછો શરૂ કર્યો હતો.

- Advertisement -

પોલીસનો પીછો વધતા બુટલેગરે શામળપુર નજીક કાર રસ્તાની બાજુમાં મૂકી દીધી હતી અને ખેતરોમાં ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે બિનવારસી હાલતમાં પડેલી કારની તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન કારમાંથી સંતાડીને રાખવામાં આવેલી વિદેશી દારૂની બોટલો અને બિયરના કુલ 984 ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 1,68,096 હોવાનું સામે આવ્યું હતું. દારૂ ઉપરાંત કાર સહિત કુલ રૂ. 7.68 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

શામળાજી પોલીસે ફરાર કારચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular