કોરાનાના વિકરાણ સ્વરૂપમાં જેલમાં રહેલા કેદીઓ પણ બચી શકયા નથી,અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મુંબઈની મહિલા કેદી તબ્બસુમ શેખ પણ કોરાનાની ઝપેટમાં આવી ગઈ,સાબરમતી જેલના ડૉકટરોએ નિદાન કર્યા પછી નક્કી કર્યુ કે તબ્બસુમ કોરાના પોઝીટીવ છે પણ તેની સ્થિતિને ધ્યાનમાં લેતા તેને સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવી પડશે, આ કપરો સમય ચાલી રહ્યો છે, પોતાના પણ હાલમાં પોતાને દુર કરે છે. પરંતુ સાબરમતી જેલના જેલર મહેશ દવેએ તબ્બસુમને સિવિલ લઈ જવાની વ્યવસ્થા કરી,તબ્બસુમ મુળ મુંબઈની અત્યંત ગરીબ સ્ત્રી,તે આરોપી હતી છતાં તેને એક માણસ તરીકે મળવા પાત્ર અધિકાર આપવા જરૂરી હતી,જેલર મહેશ દવે તબ્બુસમને લઈ સિવિલ પહોંચ્યા અને સારવાર શરૂ કરાવી પણ તેની તબીયત બગડવા લાગી,, જેલર દવેએ તબ્બસુમના પરિવારને ફોન દ્વારા સંપર્ક કર્યો, તબ્બસુમ અંગે જાણકારી આપી પરંતુ દારૂણ સ્થિતિમાં જીવતા પરિવાર પાસે અમદાવાદ આવવાની કોઈ વ્યવસ્થા ન્હોતી.
જેલર મહેશ દવે તેની કાળજી લેવા રોજ સિવિલ જતા, બીજી તરફ જેેલમાં પણ કોરાનાના દર્દીઓની સંખ્યા વધી રહી હતી, બે મહિનામાં ચાર કેદીઓના કોરાનામાં મૃત્યુ પામ્યા,તે તમામની અંતિમવિધી જેલર મહેશ દવે કરી રહ્યા હતા.,તબ્બસુમને હવે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ અને આખરે તેણે દમ તોડયો,જેલર દવે ફરી મુંબઈ જાણ કરી, પરંતુ આર્થિક સ્થિતિ એવી ન્હોતી, કે તેઓ અમદાવાદ પહોંચે, કોરાનાના દર્દીને લાંબો સમય કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય તેમ ન્હોતુુ, મહેશ દવે બ્રાહ્ણણ અધિકારી છે,જેને કારણે તેમને મુસ્લિમ રીતરીવાજની ખબર ન્હોતી., આખરે તેમણે કેટલાંક મુસ્લિમ બીરાદરોની મદદ માંગી, કારણ તબ્બસુમી દફનવિધી થવી જરૂરી હતી,દફનવિધીની તૈયારી શરૂ કરી ત્યારે તબ્બસુમનો પરિવાર અમદાવાદ પહોંચ્યો અને જેલર મહેશ દવેએ તબ્બસુમની પરિવારની સામે તેમની દફનવિધી કરાવી.
આવી જ સ્થિતિ તેંલગણાના કેદી દિપક ભટ્ટની હતી,તેને પેરાલીસીસનો એટેક આવ્યો અને તેનું અવસાન થયુ જેલર મહેશ દવેએ તેંલગણા જાણ કરી તેનો પરિવાર ભાંગી પડયો અને કેદીના પરિવારે કહ્યુ અમદાવાદ આવવાવાના પૈસા પણ નથી અને પરિવારમાં કોઈ પુરૂષ પણ નથી, પરંતુ અમે બ્રાહ્મણ હોવાને કારણે અમારી ઈચ્છા છે કે દિપકની અંતિમવિધી લાકડામાં કરવામાં આવે,જેલર મહેશ દવે દિપકના પરિવાની ઈચ્છા પ્રમાણે જાતે અંતિમ સંસ્કાર કર્યા હતા છેલ્લાં બે મહિનામાં કુલ નવ કેદીઓના અંતિમ સંસ્કાર આ જેલર મહેશ દવેએ કર્યા છે
આ કામગીરીમા અમદાવાદ સેન્ટ્રલ જેલના સિનિયર જેલર અસ્લમ કુરેશી વિવિધ સરકારી એજન્સીઓ સાથે સંકલન કરતા હતા.