નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: માણસ જ્યારે કોઈપણ પ્રકારનો ગુનો કરે છે તે સમયે જ તેનું પકડાવું સુનિશ્વિત થઈ જાય છે. કાયદો દરેક વ્યક્તિને મૂળભૂત અધિકાર આપે છે સાથે જ કાયદાનું ઉલ્લઘન કરનાર માટે આકરી સજા પણ આપી શકે છે. માણસ ગમે તેટલો મોટો હોય પણ કાયદાથી ઉપર કોઈ નથી, તે બાબત સર્વવિદિત છે. પોલીસ જ્યારે કોઈ કામ કરવાનું મનથી ઠાની લે ત્યારે ગમે તેવો માસ્ટર માઈન્ડ ગુનેગાર પણ પોલીસથી બચી શકતો નથી. ત્યારે હત્યા જેવા ગંભીર ગુનાના બે આરોપીઓને 26 વર્ષે ફિલ્મી રીતે પકડી પાડ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરત પોલીસે (Surat Police) સતત પાંચ દિવસ સુધી લુંગી ગંજી પહેરી આકરી મજૂરી કરી ઓડિશાથી હત્યાના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. DCP ભગીરથ ગઢવીએ જણાવ્યુ કે, “1998માં ઉધના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મહાદેવનગર ખાતે રહેતા અને શાકભાજીનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા સંજય નાહકે આરોપી સંજય પ્રધાનને રૂપિયા 200 ઉછીના આપ્યા હતા. સંજય નાહકે આરોપી પાસે પૈસાની ઉઘરાણી કરવા આરોપીના ઘરે ગયો હતો. આરોપી સંજય પ્રધાને ઉછીના લીધેલા પૈસા પરત આપવાનો ઈનકાર કરતાં આરોપી અને સંજય નાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી આરોપી સંજય પ્રધાન ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની સાથે રહેલા બીજા પાંચ વ્યક્તિઓ મીર ભોલા, રામ ભોલા, રંજન કુમાર સિરોદ પ્રધાન અને આરોપી આદિયા ઉર્ફે આદિકંદ પ્રધાન અને સુમન નાયકે ચાકુ જેવા ઘાતક હથિયાર વડે સંજય નાહક પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેથી સંજય નિત્યાનંદ નાહકનું મૃત્યુ થયું હતું. ક્રૂર હત્યા કર્યા બાદ તમામ 6 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા તમામ આરોપી સામે હત્યાનો ગુનો નોધવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા પોલીસ વારંવાર આરોપીના વતનમાં જતી હતી. પરંતુ પોલીસ પોતાને ત્યાં પહોંચે તે પહેલા જ આરોપીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. ફરાર છ આરોપીઓ પૈકી બે આરોપીઓ ઓડિશા હોવાની સુરત પોલીસને બાતમી મળતા પોલીસ ઓડિશા પહોંચી હતી. બાતમીના આધારે સુરત પોલીસે ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાના કોચીલા ગામે ઓપરેશન કર્યું હતું. જો કે આરોપીઓને પોલીસ પોતાને પાડવા આવી ગઈ હોવાની જાણ થતાં જ આરોપીઓએ હોડી મારફત પશ્વિમ બંગાળ તરફ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ ભાગી છૂટે તે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા.”

હત્યાના આરોપીઓને પકડવા પોલીસે ખૂબ જ જહેમત ઉઠાવવી પડી હતી. સુરતના ઉધના પોલીસ સ્ટેશનના PI એસ. એન. દેસાઇ અને તેમની ટિમને આરોપીઓને પકડવા લુંગી ગંજી પહરી પાંચ દિવસ સુધી મજૂરના વેશમાં રહી આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી. પોલીસે પકડાયેલા બે આરોપીને જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Tag: Surat Crime News in Gujarati
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








