Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, જાણો ગણેશ સ્થાપન માટે ભક્તોએ...

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, જાણો ગણેશ સ્થાપન માટે ભક્તોએ ક્યાંથી લેવી પડશે મંજૂરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ગુજરાત અને દેશભરમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav) પ્રતિ વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રકૃતિને હાનિ ન પહોંચે અને પ્રદૂષણ ન ફેલાય તે માટે ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનો ઉપયોગ કરવા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે ગણેશ ઉત્સવ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર (Ahmedabad Police Commissioner) દ્વારા ગણેશ સ્થાપન અને મુર્તિ વિસર્જન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, શહેર પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ તા. 19/09/2023થી 28/09/2023 સુધી ગણેશ મહોત્સવની ઉજવણી થવાની છે. ગણપતિ મુર્તિની સ્થાપના માટેની પરમિટ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી લઈ શકશે. તેમજ લાઉડ સ્પીકર વગાડવા અંગેની પરમિટ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મળી શકશે. ગણેશ સ્થાપના માટે પરમીટની અરજી કરતી વેળાએ જ સરઘસ અંગેની પરમીટ પણ લેવાની રહેશે. ગણેશ વિસર્જન/શોભાયાત્રા માટેનો રૂટ એક જ હશે, તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરમીટ લઈ શકાશે. પરંતુ શોભાયાત્રા/સરઘસ એક કરતાં વધારે ઝોનમાંથી પસાર થવાના હોય તો તે અંગેની પરમિટ પોલીસ કમિશનરની કચેરી, વિશેષ શાખા તરફથી મેળવવાની રહેશે.

- Advertisement -

ગણેશ સ્થાપના તથા ગણેશ વિસર્જન પરમિટ મેળવવા જતાં આયોજકો સાથે 15થી 20 વર્ચસ્વ ધરાવતી વ્યક્તિઓના સરનામા ફરજીયાત આપવાના રહેશે. સાથે જ સરઘસ કઈ તારીખે અને કયા રૂટ પરથી લઈ જવાનું છે તે પણ સુનિશ્વિત કરવાનું રહેશે. કૃત્રિમ રંગો તથા POPમાંથી બનેલી મૂર્તિઓ પર્યાવરણ તથા નદી નાળાને નુકસાન કરતી હોવાથી માટીની મૂર્તિનું સ્થાપન કરી વિસર્જન કરવાની પણ શહેર પોલીસ કમિશ્નર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular